શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 9 મે 2016 (17:26 IST)

100 કિલો સોનાથી સોમનાથ મંદિર સોને મઢાયું , દર્શનાર્થીઓ ઘેલા બન્યાં

ગુજરાતના જાણીતા શિવલિંગ સોમનાથ મહાદેવના મંદિકના ગર્ભગૃહના નવા રૂપના દર્શન ભાવિક ભક્તો આજથી કરી શકશે. આ મંદિરને દાનમાં મળેલા 40 કિલો સોનાથી મંદિરના ગર્ભગૃહના દરવાજા સહિતના વિવિધ ભાગોને સોનાથી મઢવામાં આવ્યાં છે. જેને લઈને દર્શનાર્થીઓંમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ મંદિરને દાનમાં મળેલા આશરે 30 કરોડ રૂપિયાની કિંમતના 100 કિલો સોનામાંથી 60 કિલો સોનું બે વર્ષ પહેલાં મંદિરના વિવિઘ ભાગોમાં લગાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત અન્ય 40 કિલો સોનામાંથી મંદિરના ગર્ભગૃહનો ઉપરનો ભાગ  તેમજ દરવાજા સહિતના ભાગોને સોનાથી મઢવાનું કામ છેલ્લા બે દિવસથી સતત ચાલી રહ્યું હતું. આ કામ હવે પૂર્ણ થતાં દર્શનાર્થીઓને ફરીવાર દર્શનનો લાભ મળ્યો છે.

આ મંદિરને 100 કિલો સોનું અર્પણ કરવાનો સંકલ્પ મુંબઈનાં વેપારી દિલીપભાઈ લખીએ ત્રણ વર્ષ પહેલા કર્યો હતો અને બે વર્ષ પહેલા તેઓએ 60 કિલો સોનું દાન કર્યું હતું જેમાંથી ત્રિશુલ ધજાનો દંડ, ડમરું, ગર્ભ ગૃહ, છતર, નાગ સહીતનાં ભાગોને સુવર્ણ ઝડિત કર્યા હતા. ત્યારબાદ હવે ફરીથી 40 કિલો સોનું દાન કરતા ગર્ભ ગૃહનાં દરવાજા અને ગર્ભ ગૃહનો અમુક ભાગ સુવર્ણ ઝડિત કરાયો છે.