શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 8 ઑક્ટોબર 2014 (13:11 IST)

ગાંધીનગરમાં સતત 10મા વર્ષે 'બાળુડાના ગરબા' યોજાયા

શારીરિક- માનસિક વિશિષઅટ વ્યક્તિઓની સાથે સામાન્ય નાગરિકો પણ મન મુકીને ગરબા રમ્યા

.નવરાત્રી પર્વ દરમ્યાન શહેરમાં સતત 10મા વર્ષે શારીરિક-માનસિક વ્યક્તિઓના વિશિષ્ટ ગરબા મહોત્સવ 'બાળુડાના ગરબા'નું આયોજન બલરામ મંદિર પરિસર, સેકટર-12 ખાતે કરવામાં આવ્યું હતું

ગાંધીનગર જિલ્લામાં વસતા- સચવાતા માનસિક- શારીરિક વિશિષ્ટ વ્યક્તિઓના વિકાસ માટે કાર્યરત ગ્રો ફાઉન્ડેશન દ્વારા જી ઈ કલબના સહયોગથી વર્ષ 2004થી 'બાળુડાના ગરબા'નું આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ વિશિષ્ટ વ્યક્તિઓને સમાજની મુખ્ય ધારા સાથે જોડવાનો છે. એ જ કારણસર આ ગરબા મહોત્સવમાં વિશિષ્ટ વ્યક્તિઓની સાથે સામાન્ય વ્યક્તિઓ પણ ગરબે ઘૂમે એવી વ્યવસ્થા કરવામાં આવે છે.

એ જ ક્રમ પ્રમાણે આ વખતે પણ 'બાળુડાના ગરબા'માં માનસિક વિશિષ્ટ, અંધ અને મૂક-બધિર એવા 200 વ્યક્તિઓ સાથે 300 જેટલા સામાન્ય વ્યક્તિઓ, દસ જેટલી સહયોગી સંસ્થાઓના હોદ્દેદારો- પરિવારજનો પણ મન મુકીને ગરબા રમ્યા હતા અને વિશિષ્ટ વ્યક્તિઓને પોતાની સાથે જોડવાની એક સુખદ તક તેમણે  અર્પણ કરી હતી.

સનદી અધિકારી સુશ્રી જયંતિ રવિ, ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ ભરત કવિ, સર્વ વિશ્વવિદ્યાલયના વ્યાયામ વિભાગના વડા પ્રો. રણછોડભાઈ રથવી સહિત અનેક નગરજનો આ વિશિષ્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમદર્શન આશ્રમ દ્વારા સઘળાં વિશિષ્ટ વ્યક્તિઓને ભોજનથી તૃપ્ત કરવામાં આવ્યા હતા.