શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (12:18 IST)

2017માં ટીકીટ મળશે તો જેવો બોલ તેવુ બેટીંગ કરીને બતાવીશ - વણઝારા

સુરેન્દ્રનગર જાહેર નાગરિક સન્માન સમિતિ દ્વારા પોલીસ અધિકારીઓના અભિવાદન સમારોહનું આયોજન કરાયુ હતુ. આ પ્રસંગે  ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસર ડી,જી વણઝારાએ જણાવ્યુ કે, રાજકારણ મારા માટે અછૂતક્ષેત્ર નથી, 2017માં ટીકીટ મળશે તો જેવો બોલ તેવુ બેટીંગ કરીશ. એન્કાઉન્ટર કેસમાં જેલમાંથી બહાર આવેલા એટીએસના તત્કાલીન વડા ડી.જી.વણઝારા અને તેમની ટીમનું સમગ્ર રાજયમાં ઠેરઠેર સન્માન થઇ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જાહેર નાગરીક સન્માન સમિતિ દ્વારા ડી.જી.વણઝારા અને નિવૃત પીઆઇ એન.એચ.ડાભીના અભિવાદન સમારોહનું આયોજન રંભાબેન ટાઉનહોલ ખાતે કરાયુ હતુ. આ પૂર્વે શહેરની એમ.પી.શાહ આર્ટસ કોલેજથી ટાઉનહોલ સુધી વિશાળ બાઇક રેલી યોજાઇ હતી. આ પ્રસંગે ડી.જી.વણઝારાએ જણાવ્યુ કે, વર્ષ  2002 ગોધરાકાંડ બાદ ગુજરાત બીજુ કાશ્મીર બનવા જઇ રહ્યુ હતુ. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા જો આ પગલા ન લેવાયા હોત તો આજે ગુજરાત બીજુ કાશ્મીર હોત. દેશ એક કાશ્મીરને તો સાચવી શકતો નથી ત્યારે ગુજરાત બીજુ કાશ્મીર બન્યુ હોત તો ગુજરાતની હાલત વિશે વિચારતા જ રૂંવાડા ઉભા થઇ જાય છે. તેમણે કહ્યું હતું કે મેં અને અમારી ટીમે કરેલા એન્કાઉન્ટરોને દેશ વિરોધી, રાષ્ટ્રવિરોધી રાજનીતીએ ખોટા ઠેરવ્યા હતા. દેશમાં બિન સાંપ્રદાયીકતાના નામે હિન્દુ વિરોધી રાજનીતી ચાલી રહી છે. હાલ દેશ જાતિના નામે વિખેરાઇ રહ્યો છે ત્યારે દરેક રાષ્ટ્રભકતે એક થઇને રાષ્ટ્રવિરોધી કૃત્યો કરનારને તિલાંજલી આપવી જોઇએ. આ પ્રસંગે તેઓ રાજકારણમાં જોડાશે કે કેમ તે પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યુ કે, રાજકારણ મારા માટે અછૂત ક્ષેત્ર નથી. 2017માં ટીકીટ મળશે તો જેવો બોલ તેવુ બેટીંગ કરીને બતાવીશ. આ કાર્યક્રમમાં આર્યબંધુજી, આર.એસ.એસ.ના કલ્પેશસિંહ વાઘેલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે કાર્યક્રમને સફળ બનાવવા જાહેર નાગરીક સન્માન સમિતિના સભ્યોએ તૈયારીઓ કરી હતી.