શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 ડિસેમ્બર 2016 (13:19 IST)

અમદાવાદ દેશમાં બેંક સામે સૌથી વધુ ફરિયાદ મામલે પાંચમા ક્રમે

દેશમાં વર્ષ દરમિયાન બેંક સામે સૌથી વધુ ફરિયાદ થતી હોય તેવા શહેરમાં અમદાવાદ પાંચમાં સ્થાને છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન અમદાવાદમાં બેંક સામે કુલ ૫૯૦૯ ફરિયાદ નોંધાઇ હતી. આમ, અમદાવાદમાં પ્રતિમાસ સરેરાશ બેંક સામે ૪૯૨ ફરિયાદ નોંધાતી હોય છે.બેંક સામે સૌથી વધુ ફરિયાદ થતી હોય તેવા શહેરની યાદીમાં દિલ્હી ૨૨૫૫૪ સાથે મોખરે છે. દેશમાં બેન્કિંગને વધુ સરળ અને સુવિધાસંપન્ન બનાવવા માટે સરકાર દ્વારા બેન્કિંગ લોકપાલની સ્કિમ શરૃ કરવામાં આવી હતી.આ પછી એપ્રિલ ૨૦૧૫થી માર્ચ ૨૦૧૬ સુધી બેંક સામે કુલ ૧.૦૨ લાખ ફરિયાદ નોંધાઇ છે. આમ, ગત નાણાકીય વર્ષ કરતાં બેન્કિંગની ફરિયાદોમાં ૨૧ ટકાનો વધારો નોંધાયો છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ખાનગી બેંકો સામે સૌથી વધુ ૨૬૯૩૧ એટલેકે ૩૬.૨%, નેશન્લાઇઝ્ડ બેંક સામે ૩૫૪૪૭ એટલેકે ૨૨.૭%, સહકારી બેંક સામે ૨૨૯૩ એટલે કે ૧૬.૬%, વિદેશી બંક સામે ૩૪૧૩ એટલેકે સ૦.૨% ફરિયાદ નોંધાઇ છે.જે વિષય પર સૌથી ફરિયાદ મળી છે તેમાં લક્ષ્યાંક હાંસલ નહીં કરી શકવાની સૌથી વધુ ૩૪૯૨૮ ફરિયાદનો સમાવેશ થાય છે. એટીએમ-ડેબિટ કાર્ડની ૧૩૦૮૧, ક્રેડિટ કાર્ડની ૮૭૪૦, પેન્શન પેમેન્ટની ૬૩૪૨, વધારે પડતો ચાર્જ વસૂલવાની ૫૭૦૫, લોન અને એડવાન્સની ૫૩૯૯, ડિપોઝિટ એકાઉન્ટની ૫૦૪૬ની ફરિયાદનો સમાવેશ થાય છે.