શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 5 ઑક્ટોબર 2016 (13:24 IST)

પીએમ મોદી ચોથી વાર ગુજરાત આવશે, શું છે આયોજનો ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૨મી ઓક્ટોબરે અમદાવાદ અને વડોદરાના પ્રવાસે આવશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કબડ્ડી ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે તેઓ વિજેતા ટીમને એવોર્ડ આપીને સન્માનિત કરશે. જ્યારે વડોદરામાં નવ નિર્મિત એરપોર્ટ ટર્મિનલનું  ઉદઘાટન કરશે. તે ઉપરાંત ૮૦૦૦ જેટલા દિવ્યાંગોને કૃત્રિમ અંગ સહિતના સાધનોનુ પણ વિતરણ કરશે. વિતેલા બે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચોથી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અગાઉ પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરવાસ, સૌની યોજનાના લોકાપર્ણ, ૧૬ અને ૧૭મી સપ્ટેમ્બર દરમિયાન ગાંધીનગરમાં રાત્રીરોકણ સાથે દાહોદ અને નવસારીના વિવિધ કાર્યક્રમોમાં તેઓ ગુજરાત આવી ચુક્યા છે. ૨૨મી ઓક્ટોબરને શનિવારના કાર્યક્રમ અંગે મુખ્યમંત્રી કાર્યાલયના સુત્રોએ જણાવ્યુ કે, ગુજરાતમાં પહેલીવખત ઈન્ટરનેશનલ ગેમ્સનું આયોજન થયુ છે. આથી, અમદાવાદમાં શરૂ થઈ રહેલી કબડ્ડી વર્લ્ડ કપની ફાઈનલ મેચના પ્રસંગે વડાપ્રધાન આવી રહ્યા છે. જેનુ આયોજન ગુજરાત અને ભારત સરકારની સ્પોટર્સ ઓથોરિટીઓ દ્વારા કરવામાં આવ્યુ છે.  ઉપરોક્ત આયોજનોને પગલે અમદાવાદ- વડોદરા કલેક્ટર તેમજ પોલીસ ઓફસરોએ તૈયારીના ભાગરૂપે બેઠકોનો દોર શરૂ કર્યો છે તો બીજી તરફ સરકારે પણ વ્યવસ્થાઓ સંદર્ભે મંત્રીઓ, સેક્રેટરીઓને કામગીરી સોંપી છે.