શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ/વેરાવળ. , શુક્રવાર, 9 ઑક્ટોબર 2015 (11:49 IST)

સોમનાથ મંદિરને ઉડાવવાની ધમકી મળતા દોડધામ

આતંકી સંગઠન ઈંડિયન મુજાહિદ્દીનના નામથી ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ મંદિરને ઉડાવવાની ગુરૂવારે મોડી સાંજે પત્ર દ્વારા મળેલ ધમકીથી દોડધામ મચી ગઈ અને ત્યારબાદ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી પ્રથમ મનાતા આ મંદિરની સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે. 
 
પોલીસે શુક્રવારે જણાવ્યુ કે ગુજરાતના ગિર સોમનાથ જીલ્લામાં હિંદ મહાસાગરના કિનાર આવેલ આ પૌરાણિક મંદિરમાં મોડી સાંજે બોમ્બ નિરોધક દળ અને ડોગસ્ક્વોડની પડતાળમાં કોઈ વિસ્ફોટક મળ્યો નહી. પણ સાવધાનીના રૂપમાં મંદિરના પ્રવેશ બિંદુઓ અને સમુદ્રી ક્ષેત્રમાં સુરક્ષા વધારવામાં આવી છે. 
 
પત્રના વડોદરાના આવવાની શક્યતાને કારણે આ કોરી ધમકી હોવાને શક્યતા છે. કારણ કે વડોદરામાં છેલ્લા એક મહિનાથી સતત આ પ્રકારની ધમકીભર્યા પત્રો આવવાની પ્રક્રિયા ચાલુ છે. ગુજરાતી ભાષામાં લખેલ આ પત્ર સોમનાથ મંદિર ટ્રસ્ટના મહાપ્રબંધકનુ નામ હતુ. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા એક ગુમનામ પત્ર દ્વારા ગુજરાત આવેલ બે અન્ય વિખ્યાત મંદિર બનાસકાંઠા જીલ્લાના અંબાજી શક્તિપીઠ અને અરાવલ્લીના શામળાજીના વિષ્ણુ મંદિરને પણ ઉડાવવાની બે ઓક્ટોબરના રોજ ધમકી મળી હતી.  જો કે મંદિરોમાંથી કોઈ વિસ્ફોટક મળ્યો નથી. ત્યા સાવધાનીને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. આ પત્ર વડોદરાના રાવપુરા પોલીસ મથકને મળ્યો હતો. 
 
ગુરૂવારે પણ વડોદરાના એક આવા પત્ર દ્વારા ત્યાના એમએસ વિશ્વવિદ્યાલયમાં વિસ્ફોટની ધમકી પણ માત્ર એક અફવા સાબિત થઈ.