શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 16 મે 2016 (15:03 IST)

જામનગર ખાતે દબાણની કામગીરી દરમિયાન સાંસદ પૂનમ માડમ કેનાલમાં પડતાં ઈજાગ્રસ્ત થયાં

જામનગર ખાતે ઝૂંપડપટ્ટીના દબાણ હટાવવાની કામગીરી દરમિયાન નિરીક્ષણ માટે ગયેલાં  સાંસદ પૂનમ માડમ કેનાલમાં  ખાબકતાં તેમને માથામાં ગંભીર ઇજા થવા પામી હતી. તેમની સાથે રહેલી અન્ય ત્રણથી ચાર વ્યક્તિઓને પણ ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતાં. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જામનગર શહેરમાં આવેલી જલારામ ઝૂંપડપટ્ટીને દૂર કરી તેના સ્થાને નવા મકાન બનાવી આપવાનું સરકાર દ્વારા આયોજન કરાયું છે. જેના અંતર્ગત તંત્ર દ્વારા જલારામ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમ સ્થળ પર પહોંચ્યાં હતાં. આ દરમિયાન તેઓ આ વિસ્તારમાં આવેલી કાચી કેનાલની પાળી પર ઊભાં હતાં તે સમયે અચાનક કેનાલમાં ગાબડું પડતાં મહિલા સાંસદ તેમજ તેમની સાથે રહેલ ચાર થી પાંચ વ્યક્તિ કેનાલમાં ગબડી પડી હતી. .ઇજાગ્રસ્ત મહિલા સાંસદને તાત્કાલીક જી.જી. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. આ ઘટનાના પગલે જામનગર શહેર ભાજપના અગ્રણીઓ તેમજ કોર્પોરેશનના અધિકારીઓ પણ તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા