શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

અંબાજીના 28 લાખ લોકોએ દર્શન કર્યા

.
P.R
આદ્યશક્તિ અંબાજી ખાતે ભાદરવા મેળાના છેલ્લા દિવસે મોટી પૂનમના દર્શનો લાભ લેવા ગઈકાલે દર્શનાથીઓની સંખ્યા ચરમસીમાએ રહી હતી. એકસાથે ઉમટી પડેલા બધા માતાના ભક્તો અને તેમની એકરસતા જાણે કોઈ મહાસમુદ્રના ઉછળતા મોજાની જેમ લાગતી હતી. આ વર્ષે 28 લાખથી વધુ લોકોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યરે 1120થી વધુ સંઘોએ ધ્વજા ચઢાવી હતી. કેટલાક સંઘોએ બાવનગજાની ધ્વજા પણ ચઢાવી હતી. આ વર્ષે મંદિર દ્વારા 85000 કિલોથી વધુ પ્રસાદનું વિતરણ કરાયુ છે. અંબાજીનો મેળો પૂર્ણ થતા રાજ્ય પોલીસ વિભાગ સહિત સરકારી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

અંબાજી મંદિરમાં અત્યાર સુધી બે કરોડ સાંઈઠ લાખથી વધુની આવક થઈ છે. અંદાજે ચાર કરોડનું શ્રીફળ વિતરણ કરાયુ છે. આ વર્ષે પણ દૂર દૂરથી આવેલ એકલ દોકલ દર્શનાર્થી પણ ધજા પતાકા લઈને આવ્યા હતા આ વખતે 10 હજારથી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે.

ખેડબ્રહ્મા ખાતે આવેલ નાના અંબાજી ખાતે દર્શનાર્થીઓની ખાસી ભીડ હતી. બંને સ્થળે શાંતિપૂર્વક પૂનમનો મહામેળો સંપન્ન થયો હતો. મેળામાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ખિસ્સા કાતરનો ત્રાસ રહ્યો હતો.