શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 26 એપ્રિલ 2014 (11:21 IST)

અત્યારથી જ રામાયણ શરુઃ મોદી પછી ગાદી સંભાળશે કોણ?

ગુજરાતનું ચૂંટણી વાતાવરણ પરાકાષ્‍ઠાએ છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદી નિヘતિ રીતે પ્રદેશના ચૂંટણી પરીણામો પર અસર કરનારો સૌથી મહત્‍વનો મુદ્દો છે. ઘણા એવા મુદ્દા પણ છે જે આંતરીક રીતે ઝડપથી કામ કરી રહ્યા છે. આમાંનો એક મુદ્દો છે, જો મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી કેન્‍દ્રમાં જતા રહેશે તો રાજ્‍યની ગાદી કોણ સંભાળશે? મોદી બાદ ખાલી થનારા મુખ્‍યમંત્રી પદને ભરવા માટે રાજ્‍યની સૌથી મજબૂત પટેલ અને ક્ષત્રિય લોબી અત્‍યારથી સક્રિય થઇ ચૂકી છે. જેની અસર મધ્‍ય ગુજરાતથી સૌરાષ્‍ટ્ર ક્ષેત્ર સુધીના સંસદીય ક્ષેત્રો પર પડવી નક્કી છે.

   ભાજપે અત્‍યારથી સાર્વજનિક રીતે આ મુદ્દે કોઇ સંકેત આપ્‍યા નથી કે ગુજરાતમાં  મોદી બાદ મુખ્‍યમંત્રી કોણ બનશે, પરંતુ જેનાનામ પ્રમુખ રીતે ચર્ચામાં છે. તેમાં નાણા મંત્રી નિતિન પટેલ, મહેસૂલ મંત્રી આનંદી બેન પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલના નામ સામેલ છે. સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી(વડોદરા)ના રાજકારણ શાષા વિભાગના હેડ પી.એમ.પટેલ કહે છે કે આ માત્ર સંયોગ નથી કે મોદી બાદ જે ત્રણ લોકોને મુખ્‍યમંત્રી પદના દાવેદાર ગણવામાં આવી રહ્યા છે તે પટેલ સમુદાયના છે. આણંદથી લઇને સમગ્ર સૌરાષ્‍ટ્રની લગભગ સંસદીય બેઠકો પર ભાજપના પ્રદર્શન પર આની અસર પડવાની છે.

   એક વાર મુખ્‍યમંત્રી પદ પર પટેલ સ્‍થાપિત થવાની સંભાવના ભાજપને મજબૂત કરી રહી છે. જે સંસદીય ક્ષેત્રોમાં પટેલો વચ્‍ચે નથી બનતું, ત્‍યાં પણ ભાજપ અંદરખાને પટેલ મુખ્‍યમંત્રીનું કાર્ડ રમી રહી છે. જોકે પાર્ટી આ કાર્ડને ખુલીને રમી શકે નહીં. કારણ કે આની અસર બીજી જ્ઞાતિઓના મતદાનો પર પડી શકે છે. આમ પણ મોદીને લીધે પાર્ટીને ઓબીસી વચ્‍ચે ઘૂસવાનો પહેલી વાર મોકો મળ્‍યો છે. કોઇ પણ નિર્ણય કરતા પહેલા આ મુદ્દાને પણ ધ્‍યાનમાં રાખવો પડશે.

   જે રીતે સૌરાષ્‍ટ્રમાં એક પટેલને સંભવિત રીતે આગામી મુખ્‍યમંત્રી તરીકે જોવાઇ રહ્યા છે, તો મધ્‍ય અને ઉત્તર ગુજરાતના ક્ષત્રિયના પ્રભાવ વાળા સંસદીય ક્ષેત્રોની કહાની અલગ છે. આણંદ, ખેડા, છોટા ઉદેપુર, પંચમહાલ, પાટણ અને બનાસકાંઠામાં ક્ષત્રિય મતદારોનો દબદબો છે. ક્ષત્રિય વર્ગમાં એ ભાવના કામ કરી રહી છે કે, તેના પ્રતિનિધિને મોદીના ઉત્તરાધિકારી નિમવા જોઇએ. લીલાધર વાઘેલા, પ્રભાતસિંહ ચૌહાણ, દેબૂસિંહ ચૌહાણ, દિલીપ સિંહ રાઠોડ ભાજપના એવા ક્ષત્રિય નેતાઓ છે જેનું કદ વર્તમાન સમયમાં ઝડપથી વધી રહ્યુ છે. ગુજરાતના છેલ્લા ક્ષત્રિય મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલા હતા. જે વર્ષ ૧૯૯૬માં મુખ્‍યમંત્રી બન્‍યા હતા. એવું મનાઇ છે કે ગત સામાન્‍ય ચૂંટણીઓમાં આણંદ, ખેડાની સાથે પાટણ અને બનાસકાંઠામાં કોંગ્રેસને વિજય અપાવવામાં પણ ક્ષત્રિય મતદારોએ મહત્‍વની ભૂમિકા ભજવી હતી. સ્‍થાનિક ભાજપ નેતા ચિરાગ દવેનો દાવો છે કે આ વખતે આણંદના ક્ષત્રિય મતદારો નરેન્‍દ્ર મોદીને મત આપશે.

   એક સ્‍થાનિક નેતાએ ઓળખ છૂપાવવાની શરતે જણાવ્‍યું કે, નરેન્‍દ્ર મોદીને ત્રણ વાર મુખ્‍યમંત્રી બનાવવામાં પછાત જાતિઓ અને આદિવાસીઓનો બહુ મોટો હાથ છે. મોદીના સમયમાં ભાજપે નીચલા વર્ગમાં જે જગ્‍યા બનાવી છે તે પહેલા ક્‍યારેય બની નહોતી. હવે પાર્ટી હાઇકમાન્‍ડ છે કે તે આ સમુદાયને તેની સાથે રાખીને ચાલવા માંગે છે કે કોઇ પટેલ કે ક્ષત્રિયને મુખ્‍યમંત્રી પદ આપીને તેઓને ફરી કોંગ્રેસ બાજુ જવાનો રસ્‍તો ખોલી આપે છે.