શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

ઈશરત મુઠભેડ કાંડ : SIT પ્રમુખની નિમણૂંક

PTI
ગુજરાત ઉચ્ચ ન્યાયાલયએ બિહારના આઈપીએસ અધિકારી રાજીવ રંજન વર્માને વિશેષ તપાસ દળના પ્રમુખ બનાવ્યા છે.

અમદાવાદની કોર્ટ એ આ સાથે જ આ મુદ્દો લંબાવા માટે કેન્દ્રની ટીકા કરી છે. કોર્ટએ આંધ્ર પ્રદેશ કૈડરના આઈપીસ અધિકરી જે.વી રામુદુને શુક્રવારે આ પદ પર નિયુક્ત કર્યા હતા. કેન્દ્ર એ આ પહેલા કોર્ટને આશ્વાસન આપ્યુ હતુ કે આ કાર્ય માટે રામુદુની મંજુરી લેવામાં આવી છે.

જો કે રામુદુએ સ્વાસ્થ્યનો હવાલો આપતા આ પદને સાચવવાનો ઈંકાર કરતા કોર્ટને જણાવ્યુ કે આ બાબતમાં તેમની મંજૂરી નહોતી લેવામાં આવી. કેન્દ્ર એ આજે સહાયક સોલિસિટર જનરલ પંકજ ચંપાનારીના માધ્યમથી ન્યાયધીશ જયંત પટેલ અને અભિલાષા કુમારીની કોર્ટમાં એક આવેદન આપ્યુ જેમા રામુદુના ઈંકાર વિશે તાજી માહિતી અને તેના સ્થાન પર નવા નામોની સલાહ આપવામાં આવી હતી.

કોર્ટ એ કેન્દ્રની ફટકાર લગાવતા કહ્યુ કે સરકારે રામુદુનુ નામ આગળ વધારતા પહેલા તેમનુ સ્વાસ્થ્ય પણ જોઈ લેવુ જોઈએ હતુ. કોર્ટ એ કેન્દ્ર સરકારના વલણને ઢીલુ ગણાવતા કહ્યુ, 'કોર્ટની કાયવાહીની મજાક ન ઉડાવવામાં આવે' કોર્ટ એ ગૃહ મંત્રાલયના સચિવ અને સંયુક્ત સચિવને અદેશ આપ્યો કે તેઓ કોર્ટમાં ચાર ઓગસ્ટ પહેલા સોગંધનામુ રજૂ કરી બતાવે કે રામુદુના નામની સલાહ કેમ આપવામાં આવી હતી.

ઈશરતની સાથે સાથે જાવેદ શેખ ઉર્ફ પ્રણેશ પિલ્લૈ, અમજદ અલી અને જીશાન જૌહરનુ 15 જૂન 2004માં પોલીસ સાથેની મુઠભેડમાં મોત થઈ ગયુ હતુ. મુઠભેડ પછી અપરાધ શાખાએ દાવો કર્યો હતો કે મૃતક લશ્કર એ તૈયબાના આતંકવાદી હતા જે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર સિંહ મોદીની હત્યા કરવાના ઈરાદાથી આવ્યા હતા.