શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|
Last Modified: અમદાવાદ , રવિવાર, 7 સપ્ટેમ્બર 2008 (17:07 IST)

ઉમરનાં ઘરેથી પોલીસે શંકાસ્પદ સાહિત્ય જપ્ત કર્યું

અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ કેસમાં કચ્છનાં ભૂજમાંથી પકડાયેલા અબ્બાસ ઉમર સામેજાનાં ઘરે પોલીસે રેડ પાડીને સિમીનું લેટર પેડ સહિત અન્ય આપત્તિજનક સાહિત્ય જપ્ત કર્યું છે.

લેટરપેડમાં સિમીનાં જેહાદીઓનાં વિસ્તાર વિશે દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમજ આવક કેવી રીતે વધારવી તેના અંગે પણ જણાવાયું છે.

આ સાથે પોલીસ મૌલાના વઝીરઅલી ઈસ્માઈલ, સુલેમાન અલી સુમારા અને અમદ જુસાબ સામાનાં ઘરે પણ રેડ પાડી હતી. તેઓ પણ સિમી સાથે સંકળાયેલા હોવાનું કહેવામાં આવે છે.

નાવેદ કાદરી, જાવેદ શેખ અને અબસ સામજેને સિવિલ હોસ્પીટલમાં થયેલા વિસ્ફોટનાં કેસમાં પકડી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સિમીનો વડો સફદર નગોરીએ છુપા વેશે ભૂજની મુલાકાત લીધી હતી. અને, ભૂજમાં આતંકવાદી ગતિવિધિ વધારવા કેટલાંક યુવાનોને તૈયાર કર્યા હતાં.