શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 22 માર્ચ 2013 (16:18 IST)

કેન્દ્રએ ગુજરાતના ૧૭ જીલ્લાઓના ૧૩૨ તાલુકાઓેને અછતગ્રસ્ત જાહેર કર્યા

P.R

કૃષિ મંત્રાલય દ્વારા ઓછા વરસાદને કારણે સમગ્ર દેશમાં ૮૫ જીલ્લાઓને વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આમાં ગુજરાતના ૧૭ જીલ્લાઓના ૧૩૨ તાલુકાઓનો સમાવેશ થાય છે. આ માહિતી રાજ્ય સભામાં જળ સંસાધન મંત્રી હરિશ રાવતે સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના ઉત્તરમાં આપી હતી. અન્ય રાજ્યોમાં કર્ણાટકના ૨૬ જીલ્લા, કેરળના ચાર જીલ્લા, મહારાષ્ટ્રના ૧૬ જીલ્લા અને રાજસ્થાનના ૧૨ જીલ્લાનો સમાવેશ થાય છે.

હરિશ રાવતના જણાવ્યા અનુસાર ગુજરાતના ૧૭ જીલ્લાઓમાં અમદાવાદ, જામનગર, અમરેલી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પાટણ, પોરબંદર, રાજકોટ ,સુરેન્દ્રનગર, વડોદરાનો સમાવેશ થાય છે. કર્ણાટક કે જે સૌથી વધુ અછત પ્રભાવિત છે ત્યાં ૩૦માંથી ૨૬ જીલ્લાઓના ૧૪૨ તાલુકા પાણીની તીવ્ર તંગીથી અસરગ્રસ્ત છે.

મંત્રીએ વધુ જાણકારી આપતાં જણાવ્યું કે પાણી રાજ્યનો વિષય હોવાથી, પાણી પૂરવઠા યોજનાઓનું આયોજન, અમલીકરણ અને નાણાંકીય વ્યવસ્થા સંબંધિત રાજ્ય સરકારોના ક્ષેત્રમાં આવે છે, છતાં કેન્દ્ર સરકાર ત્વરિત સિંચાઇ લાભ કાર્યક્રમ (એ.આઇ.બી.પી.), કમાન્ડ એરિયા વિકાસ અને પાણી વ્યવસ્થાપન (સી.એ.ડી.એન્ડ ડબલ્યુ. એમ.) કાર્યો અને પાણી વિષયક બાંધકામોની મરમ્મત, નવિનીકરણ અને પુનઃનિર્માણ (આર.આર.આર.) યોજનાઓ અંતર્ગત રાજ્ય સરકારોને ટેકનીકલ અને નાણાંકીય સહાયતા આપે છે.

૧૨મી યોજના હેઠળ આ તમામ કાર્યોનો ત્વરિત સિંચાઇ લાભ કાર્યક્રમ (એ.આઇ.બી.પી.) હેઠળ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અછત નિવારવા માટે જળ સંચય અને પરિયોજનાઓને તુરંત પૂર્ણ કરવા જેવા ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રાજય સરકારો દ્વારા હેન્ડ પમ્પો માટે બોર કરવા, ઊંડા બોરવેલ કરવા, કૂવા ગાળવા, નવા કૂવાઓ ગાળવા, કૂવાઓને ઊંડા કરવા, કૂવાઓને મજબૂત કરવા તથા ટેન્કર દ્વારા પાણી જેવા ટુંકા ગાળાના ઉપાયો પણ કરવામાં આવે છે. પાણીની અછત દૂર કરવા અછત પ્રતિકારક પગલાંઓ અને પીવાલાયક પાણીના પુરવઠામાં વધારો કરવા જેવાં લાંબાગાળાનાં પગલાંઓનો પણ સમાવેશ થાય છ