શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , શનિવાર, 27 સપ્ટેમ્બર 2008 (22:26 IST)

ક્રાઈમ બ્રાંચે પાંચ બાંગ્લાદેશી ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરમાં વિવિધ વિસ્તારમાં રહેતાં પાંચ બાંગ્લાદેશીની ધરપકડ કરી. આ તમામ પાસે કોઈ કાનૂની કાગળ ન હોવાથી પોલીસે તેમને પાછા બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પાંચ બાંગ્લાદેશીઓમાં 21 વર્ષીય જીમારૂલ હમીદભાઈ ફકીર, 23 વર્ષીય રીયાઝ સુલ્તાન શેખ, 28 વર્ષીય સુઝાન ઉર્ફે અકબુર સીદ્દર, 25 વર્ષીય મેરીના ઉર્ફે સુઝાન સીદ્દર અને 56 વર્ષીય મહંમદઅલી અબ્દુલ શેખની ધરપકડ કરી હતી.

શહેર ક્રાઈમ બ્રાંચે શહેરનાં રાણીપ અને ચંડોળા તળાવની નજીક વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. જેમાં ઉપરોક્ત પાંચ બાંગ્લાદેશી પકડાઈ ગયા હતાં. જેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.