શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ખુશ્બુ ગુજરાત કી : અમિતાભ બચ્ચનનું શૂટિંગ રોકવાની ધમકી

P.R
ખુશ્બુ ગુજરાત કી જાહેરાનું શુટિંગ તા.૨૫ બુધવારના ગોંડલ તાલુકાના ખંભાલિડા ખાતે બૌધ્ધગુફામાં કરવામાં આવનાર છે. ત્યારે અત્યાર સુધી બૌધ્ધગુફાની જાળવણી કરતી આવેલી ખંભાલિડા ગ્રામ પંચાયતે તેઓને વિશ્વાસમાં ન લેવામાં આવી હોવા મુદ્દે અમિતાભ બચ્ચનના શુટિંગનો બહિષ્કાર કરી આસપાસના ગામના ઢોરઢાંખરને શુટિંગ સ્થળે છૂટા મૂકી અવરોધ ઊભો કરવા ચીમકી આપી છે.

ખંભાલિડાની અતિ પ્રાચિન ગુફામાં તા.૨૫ બુધવારના જ્યાં અમિતાભ બચ્ચન દ્વારા ખુશ્બુ ગુજરાત કી નું શુટિંગ થનાર છે. ગામના અગ્રણીઓ આ અંગે જણાવી રહ્યા છે કે આજ દિન સુધી અમોએ આ વિરાસત ની જાળવણી કરી છે. જે જગ્યાએ બૌધ્ધગુફા આવેલી છે. તે અમારા બાપદાદાની જમીન છે. જે અમોએ સરકારને આપી દીધી છે. બૌધ્ધગુફા માટે ખુશ્બુ ગુજરાતકી ની વાત તો હવે આવી પણ આજ સુધી દેશ વિદેશના પ્રવાસીઓની સરભરા અમોએ અમારા ખર્ચે કરી છે. માત્ર એટલા માટે કે અતિ પ્રાચિન વિરાસતનો પ્રચાર થાય.

હવે જ્યારે અમિતાભ બચ્ચન બૌધ્ધગુફાના પ્રચાર અર્થે અહીં શૂટિંગ માટે બુધવારે આવનાર છે. ત્યારે પ્રવાસી વિભાગ દ્વારા અમારો કોઇ સંપર્ક કરાયો નથી કે અમોને જાણ કરાઇ નથી. શુટિંગની તમામ વ્યવસ્થા અમો કરી શકીએ તે હોવા છતા ખંભાલિડા ગ્રામ પંચાયતને નજરઅંદાજ કરાઇ છે.

આજ સુધી આ બૌધ્ધગુફા માટે જેમણે યજમાન બની વિરાસતની સાચવણી કરી છે. તેવી ખંભાલિડા ગ્રામ પંચાયતને મહત્વ નહી અપાવતા ખંભાલિડા, મસિતાળા, ભંડારિયા વગેરે આસપાસ ગામના ઢોર ઢાંખર, ઘેટાં, બકરાં, શુટિંગ સ્થળે એકત્રિસ કરી અમિતાભ બચ્ચનનું શુટિંગ ખોરવાશે જેની જવાબદારી રાજ્ય સરકારના પ્રવાસન વિભાગની રહેશે. તેવું અગ્રણીઓએ જણાવ્યું હતું.


સૌજન્ય : જીએનએસ