શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ગુજરાત ચૂંટણી :અત્યાર સુધી કયા પક્ષને ક્યારે કંઈ સ્થિતિનો ફાયદો મળ્યો ?

ગુજરાતમાં દરેક ચૂંટણીમાં કોઈને કોઈ મોજું ફળી વળવાને કારણે કોંગ્રેસ અને ભાજપને જીત હાર મળી છે. છેલ્લા 30 વર્ષના ગાળામાં તમામ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈ એક લોકપ્રિય મોજું રહેવાના લીધે સ્થિતિ ઝડપથી બદલાઈ છે. અયોધ્યાથી લઈને ગોધરાકાંડ વચ્ચેના મોજાથી ભાજપ અને કોંગ્રેસને લાભ અને નુકશાન થતુ રહ્યુ છે. કઈ ચૂંટણીમાં ક્યા મોજાની અસર જોવા મળી હતી તેને લઈને અટકળો વચ્ચે સ્થિતિ સ્પષ્ટ થઈ ચુકી છે. પરંતુ આ વખતે હજુ સુધી કોઈ વિશેષ લહેર જોવા મળી રહી નથી. કયા વર્ષે કંઈ લહેર હતી તેના આંકડા નીચે મુજબ છે.

P.R
સહાનુભૂતિ મોજુ (1985)

કોંગ્રેસને 1980 અને 1984 વચ્ચે વધારે મહેનત કરવાની જરૂર પડી ન હતી. 31મી ઓક્ટોબર 1984ના દિવસે ઈન્દિરા ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. જેથી કેન્દ્રમાં સહાનુભૂતિ મોજું ફળી વળતા રાજીવ ગાંધી કેન્દ્રમાં સત્તા પર આવ્યા હતા. ગુજરાતમાં કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી દરમિયાન આગામી વર્ષે ભારે ફાયદો થયો હતો. માધવસિંહ સોલંકીની પાર્ટીએ જોરદાર સપાટો બોલાવીને ગુજરાતની 149 બેઠકો જીતી લીધી હતી.

રામજન્મભૂમિ લહેર (1990)

P.R
ગુજરાતની રચના કરવામાં આવ્યા બાદથી પ્રથમ વખત કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો હતો. રાજ્યમાં અયોધ્યા ચળવળ અને અડવાણીની પ્રસિદ્ધ રથયાત્રાના કારણે જેડી-ભાજપ સરકાર રચાઈ હતી. સોમનાથથી અડવાણીની યત્રા શરૂ થઈ હતી. જેડી અને ભાજપે કોંગ્રેસને રોકવા માટેની બેઠકોની વહેંચણી કરી હતી. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા.





હિન્દુત્વની લહેર (1995)

P.R
જેડી-ભાજપ ગઠબંધનનો અર્ધવચ્ચે જ અંત આવી ગયો હતો. જેથી ભાજપે 1995ની વિધાનસભાની ચૂંટ્ણી એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો અહ્તો. ભાજપે બાબરી ધ્વંસનો લાભ ઉઠાવ્યો હતો. હિન્દુત્વની લહેરથી પ્રથમ વખત રાજ્યમાં ભાજપની સરકાર રચાઈ હતી. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપે ભય, ભુખમરો, ભ્રષ્ટાચારથી મુક્ત ગુજરાતની રચના કરવાની વાત કરી હતી.






ખજુરીયા હજુરીયા લહેર (1998) ]

P.R
મુખ્યમંત્રી તરીકે કેશુભાઈને પ્રથમ વખત ફટકો પડ્યો હતો. તેમના તત્કાલીન સાથી શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો. ભાજપના બળવાખોર ધારાસભ્યની મદદથી વાધેલાએ આ બળવો કર્યો હતો અને સરકારની રચના કરી હ્તી. આમા કોંગ્રેસની મદદ લેવામાં આવી હતી. વાઘેલા અને કોંગ્રેસ હાઈ કમાન્ડ વચ્ચે સંબંધો વણસી ગયા હતા અને 1998માં વહેલી ચૂંટણી યોજાઈ હતી. આ વખતે ભાજપે ખજુરીયા હજુરિયાનો ફાયદો ઉઠાવ્યો હતો અને જંગી બહુમતી સાથે જીત મેળવી હતી. કેશુભાઈ ફરી મુખ્યમંત્રી બન્યા હતા.



ગોધરા લહેર (2002)

P.R
કેશુભાઈ પટેલના સહાનુભૂતિકારોએ તેમની અનલક્કી મુખ્યમંત્રી તરીકે ગણાવ્યા હતા. તેમની અવધિમા દુષ્કાળ, સુપર સાઈકોન અને ભૂકંપ આવ્યા હતા. ભાજપની અંદર પણ તેમને દૂર કરવાની વાત સપાટી પર આવી હતી. જેના કારણે 2001માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડાક જ સમયમાં ગોધરા ટ્રેન અગ્નિકાંડ અને ત્યારબાદ સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી હતી. જેથી ભાજપે ચૂંટ્ણીમાં 127 બેઠકો જીતી હતી.

મોત કા સોદાગર લહેર (2007)

P.R
3જી ડિસેમ્બર 2007 સુધી કોઈપણ મોટા મુદ્દાઓ ન હતા. મોદીને લાભ મળે તેવી કોઈ સ્થિતિન હતી. વિકાસન આધાર પર જ તેઓ ચાલી રહ્યા હતા. પરંતુ સોનિયા ગાંધીએ અહી પ્રચાર દરમિયાન મોત કા સોદાગર શબ્દનો ઉપયોગ કરીને સ્થિતિ બદલી નાખી હતી. આની સાથે જ ફરી એકવાર આતંકવાદનો મુદ્દો સપાટી પર આવ્યો હતો. બનાવટી એન્કાઉંટરના મુદ્દે મોજુ ફળી વળ્યુ હતુ અને મોદીને ભારે જીત મળી હતી. 2007માં 117 બેઠકો જીતી હતી.