શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: રવિવાર, 17 જુલાઈ 2016 (11:45 IST)

ગુજરાત યુનિવર્સિટીમાં બનશે કલામ રિસર્ચ સેન્ટર

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્કૂલ ઓફ સાયન્સની બાજુમાં નવી છ મજલા ઈમારત બનાવવામાં આવનાર છે. યુનિવર્સિટી દ્વારા રૂ. 39.50 કરોડના ખર્ચે તૈયાર થનારી આ ઈમારતની ખાસિયત એ હશે કે તે દરેક મજલા ઉપર 30 ડિગ્રી તે ફરતી હોય તેવો લુક આપવામાં આવશે. દરેક મજલા ઉપર જે એંગલ બહાર નીકળશે તે જગ્યાએ ટેરેસ ગાર્ડન બનાવવામાં આવશે. આ ઈમારતને ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર નામ આપવામાં આવશે. આ બિલ્ડિંગ અંદાજે બે વર્ષમાં તૈયાર કરવામાં આવશે.
 
ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં સ્કૂલ ઓફ સાયન્સ ખાતે ગ્રીન પેનલ આધારિત સિસ્ટમ ઉપર નવી અદ્યતન છ મજલાની નવી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવશે. આ છ મજલા ઈમારતની ખાસ વિશેષતા એ હશે કે તેનો દરેક માળ (ફ્લોર) 30 ડિગ્રી ફરતો હશે
આ ઉપરાંત બિલ્ડિંગની ફરતાં નીચેના ભાગે તળાવ (પોન્ડ) બનાવવામાં આવશે. આ બિલ્ડિંગના ટોપ ફ્લોર (અગાસી) ઉપર સોલર પેનલ લગાવવામાં આવશે. જેના થકી आઆ બિલ્ડિંગની વીજળી સોલરથી સંચાલિત થશે. જેના લીધે યુનિવર્સિટીના વીજ બિલમાં પણ ઘટાડો થશે.
આ બિલ્ડિંગને એરિયલ વ્યૂથી જોવામાં આવે તો તેનો આકાર લોટ્સ જેવો દેખાશે. આ સમગ્ર બિલ્ડિંગને ગ્રીન પેનલ સિસ્ટમ અનુસાર બનાવવામાં આવશે. જેના કારણે બિલ્ડિંગના તમામ ફ્લોર ઉપર હવા ઉજાસ યોગ્ય રીતે મળી રહે. તેમજ દરેક ફ્લોર ઉપર ટેરેસ ગાર્ડન બનાવવાના કારણે બિલ્ડિંગમાં કામ કરતા કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓને એક નવી ઊર્જા પ્રાપ્ત થાય તેવું આયોજન કરાયું છે.

રૂ. 39.50 કરોડના ખર્ચે તૈયાર થનાર અા બિલ્ડિંગને બે વર્ષમાં પૂર્ણ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં અાવ્યાં છે. અને આગામી ટૂંક સમયમાં અા એપીજે અબ્દુલ કલામ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી સંભાવના છે.