શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 13 ઑગસ્ટ 2016 (16:01 IST)

ગુજરાત વિઘાનસભામાં આનંદીબેનને પ્રથમ હરોળમાં સ્થાન અપાશે

આગામી 22મીથી વિધાનસભાનું બે દિવસનું ટૂંકુ ચોમાસુ સત્ર મળી રહ્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ માટે વિધાનસભા ગૃહની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. સિનિયર ધારાસભ્ય તરીકે આનંદીબહેન પટેલને પ્રથમ હરોળમાં સ્થાન આપવા માટે ભાજપ વિધાનસભા પક્ષ દ્વારા કાર્યકારી અધ્યક્ષને રજૂઆત કરાશે. આનંદીબહેન પટેલને અમિત શાહની બાજુમાં સ્થાન અપાય તેવી શક્યતા છે.
વિધાનસભામાં ટ્રેઝરી બેચમાં પ્રથમ હરોળમાં મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓને સ્થાન અપાય છે. પરંતુ વિધાનસભામાં એવો સિરસ્તો રહ્યો છે કે ટ્રેઝરી બેચ હોય કે વિપક્ષ હોય સિનિયર ધારાસભ્યોને તેમની ગરીમા જળવાય તે માટે આગળની હરોળમાં સ્થાન અપાતું હોય છે. જેના ભાગરૂપે આનંદીબહેન પટેલને પણ અગ્રિમ હરોળમાં બેઠક મળશે.

 વર્ષ 2012માં કેશુભાઇ પટેલ ચૂંટાઇને ધારાસભ્ય બન્યા હતા ત્યારે તેઓ ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલા નહીં હોવા છતાં તેમની સિનિયોરિટીને ધ્યાને રાખીને પ્રથમ હરોળમાં સ્થાન અપાયું હતું. તે જ રીતે પેટા ચૂંટણીમાં જીતીને આવેલા કોંગ્રેસના સભ્ય શક્તિસિંહ ગોહિલને શરૂઆતમાં પાછળની હરોળમાં સ્થાન આપ્યા બાદ કોંગ્રેસની વિનંતીના પગલે તેમને પ્રથમ હરોળમાં બેઠક અપાઇ હતી.