શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , શનિવાર, 19 સપ્ટેમ્બર 2015 (16:02 IST)

ગુજરાતની મોડેલરૂપ વૈશ્વિક વિકાસ યાત્રાને કોઈ બટ્ટો કાળી ટીલી ન લાગે - આનંદીબેન પટેલ

મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતની મોડેલરૂપ વૈશ્વિક વિકાસ યાત્રાને કોઈ બટ્ટો કાળી ટીલી ન લાગે તે માટે સમાજ સમસ્ત સાથે મળી એક બની નેક બની સૌહાર્દ ભાવે કાર્યરત રહે તેવું પ્રેરક આહવાન કર્યું છે. 

તેમણે કહ્યું કે, પરંપરાગત લોકમેળાઓ ભાતીગળ ઉત્સવોની ઉમંગ ઉજવણીમાં રંગે-ચંગે જોડાતો જનસમૂહ વર્ગો આવા જ બંધુત્સવના ભાવ સાથે રાજ્યની અવિરત વિકાસ યાત્રામાં સમાનતાથી જોડાય તે આવશ્યક છે. મુખ્યમંત્રી ઋષિપંચમીના પુનિત અવસરે સુરેન્દ્રનગર વિશ્વખ્યાત પ્રાસન તીર્થ તરણેતર-ત્રિનેત્રેશ્વરના મેળામાં યોજાયેલી ગ્રામીણ ઓલિમ્પિક તથા પશુ સ્પર્ધાઓ સહિત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામોથી નવાજ્યા હતા. તેમણે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના પણ આ પ્રસંગે કરી હતી.

મુખ્યમંત્રીએ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની વૈશ્વિક પ્રતિષ્ઠામાં તરણેતરના લોકમેળા જેવા અનેકવિધ ઉત્સવો તેમજ રાજ્યના યાત્રાધામો પ્રવાસન વૈભવને ઉજાગર કરે છે તેની ભૂમિકા આપી ગુજરાતને શ્રેષ્ઠત્તમ યાત્રા-પ્રવાસન સ્થાન બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આનંદીબહેને ગુજરાતના પ્રાસન વૈવિધ્યને શ્રેષ્ઠતા માટેની ચાર પુરસ્કારો રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થાય છે તેનો ઉલ્લેખ કરતાં અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત પ્રવાસન નિગમને કેન્દ્ર સરકાર દ્વારા બેસ્ટ સ્ટેટ, બેસ્ટ ફિલ્મ ઓલ, રણોત્સવને બેસ્ટ ડેઝર્ટ ડેસ્ટીનેશન અને પ્રચાસ પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા માટે એવોર્ડ આપવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું કે, પ્રવાસન ક્ષેત્રના વિકાસથી નાના-નાના માણસોની સ્થાનિક રોજગારી પ્રાપ્ત થઈ છે અને પ્રવાસન ક્ષેત્રના વિકાસથી નાના-નાના માણસોને સ્થાનિક રોજગારી પ્રાપ્ત થઈ છે અને પ્રવાસન ક્ષેત્રથી ગરીબ પરિવારોના આર્થિક સ્ત્રોત સુદૃઢ બન્યો છે. તેમણે ગ્રામીણ હસ્તકલા અને પરંપરાગત કારીગરીની ઉત્પાદનોને શહેરોમાં તેમજ દેશવિદેશમાં વ્યાપક બજાર મળી રહે તે માટે માર્કેટિંગ નેટવર્ક અને શહેરોમાં આવી ચીજવસ્તુઓના વેચાણ માટે અલાયદી વ્યવસ્થાઓ સખી મંડળોના સહયોગમાં શરૂ કરવાની નેમ દર્શાવી હતી