શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 11 મે 2016 (14:36 IST)

ગુજરાતનું ગ્રીન સીટી ગાંધીનગર 43.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી હોટ સીટી

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળાનું પ્રભુત્વ પણ વધી રહ્યું છે. આજે રાજ્યના ૯ શહેરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થયો હતો. ગુજરાતનું ગ્રીન સિટી' ગાંધીનગર મંગળવારે ૪૩.૫ ડિગ્રી સાથે રાજ્યનું 'હોટેસ્ટ સિટી' બની રહ્યું હતું જ્યારે અમદાવાદમાં ૪૩ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. એક તરફ ઉનાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે હવામાન ખાતાની આગાહી અનુસાર બુધવારે દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડી શકે છે.અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ડીસા, ઈડર, વલ્લભવિદ્યાનગર, વડોદરા, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર થયો હતો. હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં ગુરુવારે ગરમીનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદમાં આજે બપોરે ૧૨:૦૦ વાગે ૩૯, ૨:૦૦ વાગે ૪૩, ૪:૦૦ વાગે ૪૪ અને સાંજે ૬:૦૦ વાગે ૪૫ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. આમ, વધતી ગરમીને લીધે લોકોએ ત્રાહીમામ્ પોકારી હતી. અમદાવાદમાં ગત વર્ષે મે મહિનામાં સૌથી વધુ ૪૪.૬ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. આ વખતે ગરમીનો પારો ૪૫ ડિગ્રીને વટાવી જાય તેમ મનાઇ રહ્યું છે.