શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 12 મે 2016 (14:23 IST)

ગુજરાતમાં ચોમાસુ મોડુ આવે તેવી શક્યતા

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જાઈ રહ્યા છે.જોકે, દેશમાં સારા ચોમાસાની આશા વચ્ચે ગુજરાતમાં ચોમાસુ મોડુ આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જેના કારણે આગામી દિવસોમાં લોકોની હાલત વધુ કફોડી બને તો નવાઈ નહીં. વરસાદ મોડો થઇ શકે છે

હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, દેશના અન્ય ભાગોમાં ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતા ત્રણ દિવસ વહેલુ આવશે. જો કે, ગુજરાતમાં આ વખતે ચોમાસું તેના નિર્ધારીત સમય કરતા એક  સપ્તાહથી લઈને ૧૦ દિવસ સુધી મોડુ આવશે. જેની સૌથી વધુ માઠી અસર રાજ્યમાં પાણીની તંગીનો સામનો કરી રહેલ વિસ્તારોમાં જાવા મળશે. રાજ્યના અનેક ભાગોમાં અત્યારે પાણીની તીવ્ર તંગી છે અને કેટલાક ભાગોમાં તો બેડા યુદ્ધની સ્થતિ સર્જાઈ છે. ત્યારે હવામાન વિભાગની આ આગાહી ગુજરાત અને ગુજરાતની જનતા માટે માઠા સમાચાર લઈને આવ્યુ છે.  ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે આશા વ્યક્ત કરી છે કે, વર્તમાન પરિસ્થતિ સંકેત આપી રહી છે કે દેશમાં ચોમાસાનો પ્રારંભ ૧ જુન કરતા ૩ દિવસ વહેલો થશે, હિંદ મહાસાગર અને અરબ સાગરમાં સર્જાયેલ સાનુકૂળ પરિસ્થિતિએવી શક્યતા સર્જાઈ છે કે, ચાલુ વર્ષે ૨૮ મેના રોજ દેશમાં ચોમાસુ શરુ થઈ જશે. જો કે, આ રાહતના સમાચાર ગુજરાત માટે મુશ્કેલીઓ લઈને આવ્યા છે. કારણકે, જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ભારત અને પુર્વોત્તરના કેટલાક ભાગોમાં ચોમાસુ શરુ થયા બાદ તેના મધ્ય ભાગમાં ચોમાસાની ગતિ થોડી ધીમી પડશે. જેના કારણે ચોમાસુ મુંબઈ સુધી ૧૪ જુન સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં ચોમાસુ સરેરાશ ૧૫ જુન સુધી પહોંચતુ હોય છે. જાકે, ચાલુ વર્ષે ચોમાસુ ગુજરાતમાં ૨૧થી ૨૫ જુન સુધી પહોંચે તેવી શક્યતા છે, એટલે કે ચોમાસામા એક સપ્તાહનો વિલંબ સર્જાશે. જે ગુજરાતમાં પાણીથી તરવળી રહેલ લોકો માટે મોટી સમસ્યા સર્જશે.  રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને અા ગરમીના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં પાણીની તીવ્ર અછત જાવા મળી રહી છે. ત્યારે ખાનગી હવામાન એજન્સીની આ આગાહી આગામી દિવસોમાં ગુજરાતની જનતા માટે સમસ્યા સર્જનારી સાબિત થઈ શકે છે.  આ ઉપરાંત પાણીની સમસ્યા પણ આગામી સમયમાં વધુ વિકટ બની શકે છે.