શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|
Last Modified: રાજકોટ , ગુરુવાર, 31 જાન્યુઆરી 2008 (12:45 IST)

ગુજરાતમાં જીતની ખુશીમાં અમેરિકામાં સમારોહ

વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વિદેશમાં વસતાં ગુજરાતીઓને મોદી સંબોધશે, જીવંત પ્રસારણ ડીશ ટીવી પર

રાજકોટ(વાર્તા) ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના થયેલા વિજયને વધાવવા માટે શુક્રવારે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ દ્વારા વિજયોત્સવ સમારોહ યોજવામાં આવશે. ન્યુજર્સીના રોયલ આલબર્ટ પેલેસમાં યોજાનારા આ સમારોહમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓને સંબોધશે, આ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ ડીશ ટીવીના માધ્યમથી સમગ્ર વિશ્વમાં કરવામાં આવશે.

સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજયની ખુશહાલી માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશની બહાર રહેતા ગુજરાતીઓમાં પણ જોવા મળી હતી. પુર્વ અમેરિકાના ન્યુજર્સીમાં રહેતા ગુજરાતી સમાજ દ્વારા મોદીની જીતનો આનંદ વ્યક્ત કરવા માટે વિજયોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. શુક્રવારે રોયલ એલબર્ટ પેલેસમાં મોટી સંખ્યામાં ગુજરાતી એનઆરઆઈ ઉપસ્થીત રહેશે. દરમિયાન વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં રહેતા ગુજરાતીઓને સંબોધશે તેવુ આયોજક વિઠ્ઠલભાઈએ યાદીમાં જણાવ્યુ હતુ. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આ સમગ્ર કાર્યક્રમનુ ડીશ ટીવીના માધ્યમથી જીવંત પ્રસારણ કરવામાં આવશે જે દુનિયાના કોઈ પણ ખુણામાં બેઠેલો વ્યક્તિ જોઈ શકશે.