શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

ગુજરાતે મનરેગામાં અનિયમિતતાનું ખંડન કર્યુ

ગુજરાત સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્યક્રમ (Mahatma Gandhi National Rural Employment Guarantee)માં અનિયમિતતા સંબંધી કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી વિલાસરાવ દેશમુખના આરોપોને આજે બેનુનિયાદ ગણાવ્યા છે.

દેશમુખે ગઈકાલે અહી સંવાદદાતાઓને કહ્યુ કે ગુજરાતમાં મનરેગામાં અનિયમિતતાની તપાસ કરાવવામાં આવશે.

સ્વાસ્થ્ય મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે કહ્યુ, 'દેશમુખની અનિયમિતતા સંબંધી વાત પાયા વગરની છે. કેન્દ્રએ ગુજરાત પર વારંવાર આંગળી ચીંધવાની હરકતોને બંધ કરી દેવી જોઈએ.' વ્યાસે અહી આપેલ એક નિવેદનમાં કહ્યુ, 'ગ્રામીણ ગરીબોને માટે યોજનાઓના અમલીકરણમાં ગુજરાતના રેકોર્ડમાં શંકાને કોઈ સ્થાન નથી અને તેના રેકોર્ડની યોજના આયોગ અને વિશેષજ્ઞો પ્રશંસા કરી ચૂક્યા છે.'