શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 6 મે 2014 (11:39 IST)

જીવને ટાઢક વળે તેવી આગાહીઃ સૌરાષ્‍ટ્રમાં ૨૦ દિવસ બાદ વરસાદી માહોલ સર્જાશે

પરસેવે નીતારતી કાળઝાળ ગરમી વચ્‍ચે ટાઢક થાય તેવા વાવડ આવ્‍યા છે. સૂર્ય મંડળની ગતિવિધિ આધારીત આગાહી કરી છે કે, સૌરાષ્‍ટ્રમાં ૨૦ દિવસ બાદ વરસાદી માહોલ સર્જાશે. ગહન સંશોધનના આધારે ખેડૂતોને સૂચન કર્યુ છે કે, ૨૪મી મે આસપાસ ચોમાસુ માહોલ સર્જાઈ જવાની સંભાવના છે, તેથી ખુલ્લા ખેતરમાં પડેલા ચારા તથા તૈયાર મોલ, લાકડા સાચવી લેવા.
 
   સૌરાષ્‍ટ્રના ૭૯ તાલુકા અંગે તારીખ પ્રમાણે પૂર્વાનુમાન જાહેર કરતા જણાવ્‍યુ છે કે, ૨૫ મી મે થી છૂટાછવાયા માફકસર વરસાદની સૌરાષ્‍ટ્રમાં શરૂઆત થઈ જશે. ૩૧ મી મે સુધીમાં વિસ્‍તૃત-વ્‍યાપક અને ક્‍યાંક ભારે વરસાદની સંભાવના છે. ઘણા સ્‍થળે વાવણી જોગ વરસાદ થઈ જશે.
 
   આગાહી પ્રમાણે જૂન મહિનામાં તા. ૨ ના છૂટોછવાયો સાધારણ વરસાદ થશે. તા. ૩ ના વિસ્‍તૃત માફકસર પડશે. તા. ૪ ના છુટોછવાયો સાધારણ તથા તા. ૬ ના મધ્‍યમ-માફકસર વરસાદ વરસશે. તા. ૭ ના વિસ્‍તૃત અને ક્‍યાંક ભારે વરસાદ થશે. તા. ૮  અને ૯ ના વ્‍યાપક-માફકસર અને અતિભારે વરસાદની સંભાવના છે. તા. ૧૦-૧૧ના વિસ્‍તૃત - માફકસર તા. ૧૨-૧૩ના મધ્‍યમ-સાધારણ વરસાદ થશે. તા. ૧૪ના છૂટોછવાયો સાધારણ, તા. ૧૫ના વિસ્‍તૃત - માફકસર વરસાદ વરસશે. તા. ૧૬ના છૂટોછવાયો, તા. ૧૭ - ૧૮ના મધ્‍યમ-માફકસર, તા. ૧૯-૨૦ના વ્‍યાપક - માફકસર, તા. ૨૧ ના વિસ્‍તૃત-સાધારણ, તા. ૨૪ થી તા. ૨૭ સુધી વ્‍યાપક-સાધારણથી ક્‍યાંક અતિભારે વરસાદ થશે.
 
   જુલાઈ માસના વરસાદ અંગે શાહ પૂર્વાનુમાન આપતા કહે છે કે, જુલાઈમાં તા. ૨ થી ૪ વ્‍યાપક- માફકસર વરસાદ થશે. તા. ૫-૬ અને તા. ૮ ના છૂટોછવાયો - સાધારણ વરસાદ વરસશે. તા. ૧૧ થી ૧૫ વ્‍યાપક અને ક્‍યાંક ભારે વરસાદની સંભાવના છે. તા. ૧૬ના છૂટોછવાયો અને તા. ૧૯ થી તા. ૨૯ સુધી માફકસરથી ભારે વરસાદ વરસી શકે છે.
 
   ઓગષ્‍ટ મહિનામાં તા. ૩ ના મધ્‍યમ-માફકસર, તા. ૪ ના વિસ્‍તૃત -માફકસર, તા. ૫ ના વ્‍યાપક - માફકસર, તા. ૭ - ૮ ના વિસ્‍તૃત - માફકસર, તા. ૧૨ - ૧૩ના સાધારણથી માફકસર, તા. ૧૯ થી ૨૧ ના મધ્‍યમથી ભારે અને ક્‍યાંક અતિભારે વરસાદની સંભાવના છે. તા. ૨૫ - ૨૬ ના મધ્‍યમથી માફકસર વરસાદ થશે. તા. ૨૫ થી ૧ સપ્‍ટે. દરમિયાન વિસ્‍તૃત, સાધારણથી માફકસર વરસાદ વરસશે.
 
   સપ્‍ટેમ્‍બર માસની આગાહી કરતા કહે છે કે, તા. ૩ થી ૫ વિસ્‍તૃત - માફકસર વરસાદ થશે. તા. ૭ થી ૧૧ છૂટોછવાયો - સાધારણ વરસાદ થશે. તા. ૧૫ના છૂટોછવાયો માફકસર અને તા. ૧૫ થી ૧૮ મધ્‍યમથી માફકસર વરસાદની આગાહી કરી છે.
 
   ભારે, સાધારણ, અતિભારે...શબ્‍દો જાણો
 
   વરસાદની આગાહી અંગે થોડી સ્‍પષ્‍ટતા કરી છે અને વરસાદી શબ્‍દોના અર્થ પણ સમજાવ્‍યા છે. તેઓ કહે છે કે જે તે વિસ્‍તારમાં એક સરખો વરસાદ પડતો નથી સ્‍થાનીક ભૂપૂષ્‍ઠ પવનની ગતી અને દિશા જેવા પરીબળોને લીધે તેમાં વધઘટ જોવા મળે છે. તે હકીકત ધ્‍યાનમાં રાખી આ પુર્વાનુમાન વિશ્‍લેષણ કર્યુ છે. આ પુર્વાનુમાન પ્રસિધ્‍ધ થયા પહેલા આશરે બે મહિના અગાઉ તૈયાર થયું છે. ખેડુતભાઇઓ અને સાગર ખેડુઓએ રાજય સરકાર તરફથી તેમ જ હવામાન ખાતા તરફથી રોજબરોજ આવતી આગાહી પણ ધ્‍યાનમાં લેવા વિનંતી છે.
 
   (ક) ભારેથી અતીભારે વરસાદઃ નદી,નાળા, છલકાય કયાંક કયાંક પુર આવવાની શકયતા કુવામાં પાણીની સપાટી ઉંચે આવે(૧૫૦ થી મી.મી.-૬ II થી વધુ).
 
   (ખ) ભારે વરસાદઃ જમીન ધરાય જાય ખેતરોમાં અને રસ્‍તા ઉપર પાણી વહેવા માંડે(૭૫ થી ૧૫૦ મી.મી.-૩ થી ૬ વચ્‍ચે)
 
   (ગ) માફકસર વરસાદઃ વારો વદાડી મોલાતને ૮-૧૦ દિવસનું જીવતદાન મળે(૨૧ મી.મી.થી ૭૫ મી.મી. ૧ થી ૩ વચ્‍ચે.
 
   (ધ) સાધારણ ઝાપટા કે સરવડાઃ (૫ થી ૨૦ મી.મી. ૧ ની અંદર)
 
   વિસ્‍તાર અંગેની સમજણ આપતા કહે છે કે છુટોછવાયો એટલે કે ૧૫ તાલુકા સુધી મધ્‍યમ એટલે ૧૬ થી ૩૦ તાલુકાનો વરસાદ વિસ્‍તૃત એટલે ૩૧ થી ૬૦ તાલુકા સુધી અને વ્‍યાપક એટલે ૬૧ તાલુકાથી વધારે વિસ્‍તારમાં વરસાદ. આ શબ્‍દો પ્રમાણે વિસ્‍તાર ધ્‍યાનમાં રાખીને સૌરાષ્‍ટ્ર અંગેની આગાહી કરાઇ છે.