શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , બુધવાર, 19 નવેમ્બર 2008 (18:14 IST)

જૈન દેરાસરમાં 2.30 લાખની ચોરી

બાપુનગરના ખોડીયારનગર વિસ્તારમાં આવેલા 108 દિગમ્બર જૈન દેરાસરમાં ગત રાતે તસ્કરો ત્રાટક્યા હતા અને પંચધાતુની રૂ. 2.30 લાખની કિંમતની મૂર્તિઓ ચોરી કરી જતાં જૈન સમાજમાં સોપો પડી ગયો છે.

બાપુનગર ખોડીયારનગર નેશનલ હાઇવે નં-8 પર આવેલા 108 પાશ્વનાથ દિગમ્બર જૈન દેરાસરના પુજારી ગણેશલાલ શંકરલાલ શર્મા ગત રાતે પોણા અગિયાર વાગે દેરાસરને તાળુ મારી પોતાની રૂમમાં સુઇ ગયા હતા.

દરમિયાન મોડી રાતે દેરાસરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ડુપ્લીકેટ ચાવીથી તાળુ ખોલી અંદર પ્રવેશ્યા હતા અને પંચધાતુની પાંચ મૂર્તિઓ ચોરી ગયા હતા. સવારે સાડા પાંચ વાગે પુજારી ઉઠેલા પુજારી દેરાસરનો દરવાજો ખુલ્લો જોઇ ચોંકી ગયા હતા. ચોરી થયાનું જાણમાં આવતાં તેમણે પોલીસને જાણ કરી હતી.