શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 24 એપ્રિલ 2014 (21:06 IST)

જો તોગડિયાની ધરપકડ થશે તો જોવા જેવી થશે-વીએચપી

લઘુમતી કોમ વિશે ઉશ્કેરણીજનક વિધાન કર્યા પછી મંગળવારે બપોરે ભાવનગર પોલીસે VHPના પ્રવીણ તોગડિયા વિરુદ્ધ પોલીસ-ફરિયાદ દાખલ કરતાં ગઈ કાલે VHPના મંત્રી એચ. કે. વ્યાસે કહ્યું હતું કે ‘જો પ્રવીણ તોગડિયાની અરેસ્ટ કરવામાં આવશે તો ગુજરાતમાં VHP રસ્તા પર આવી જશે અને ગુજરાત બંધનું એલાન આપશે. એ પછી જે કંઈ થશે એની જવાબદારી ભાવનગર પોલીસની રહેશે.’

શુક્રવારે રાતે પ્રવીણ તોગડિયાએ ભાવનગરમાં એક પ્રાઇવેટ મીટિંગમાં લઘુમતી કોમ વિશે એવા સંદર્ભના શબ્દો વાપર્યા હતા કે મુસ્લિમોનાં ઘરો ખાલી કરાવવાનાં અને જો તે પ્રેમથી બીજે રહેવા ન જાય તો તેમના ઘર પર પથ્થરમારો કરીને તેમને હાંકી કાઢવા.

આ પ્રાઇવેટ મીટિંગ દરમ્યાન કરવામાં આવેલા એક વિડિયો-રેકૉર્ડિંગને ચેક કર્યા પછી મંગળવારે ભાવનગરના ડેપ્યુટી પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ આર. એલ. પટેલે પ્રવીણ તોગડિયા વિરુદ્ધ ત્ભ્ઘ્ ૧૫૩-એ (ધાર્મિક મુદ્દે શાંતિનો ભંગ કરવો) અને ૧૫૪-બી (રાષ્ટ્રીય એક્તા જોખમાય એવી ટિપ્પણી કરવી) અંતર્ગત ફરિયાદ દાખલ કરી પ્રવીણ તોગડિયાને સમન્સ માટે હાજર થવાનું ફરમાન કર્યું છે. આ સમન્સ પછી તેમની અરેસ્ટ થવાની શક્યતાઓ છે.

ડૉ. પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે ‘મારા વિધાનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. ખોટી રીતે મારા શબ્દોનો ઉપયોગ કરનારા મીડિયા-હાઉસને મેં ઑલરેડી નોટિસ આપી દીધી છે. મારા શબ્દો શું હતા એ હું મારા સ્ટેટમેન્ટમાં લખાવી દઈશ.’

પોતે સ્ટેટમેન્ટ આપવા ક્યારે જશે એ બાબતનો જવાબ પ્રવીણ તોગડિયાએ નહોતો આપ્યો.