શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 28 જૂન 2013 (11:26 IST)

ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતને દેશના સર્વશ્રેષ્ઠ ટૂરિઝમ બોર્ડ તરીકેનો એવોર્ડ

P.R
ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડને સીએનબીસી દ્વારા દેશના સર્વશ્રેષ્ઠ રાજ્ય ટૂરિઝમ બોર્ડ તરીકેનો સીએનબીસી ટ્રાવેલ એવોર્ડ 2013 પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ સમારભમાં મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી છગન ભૂજબળ તથા મહારાષ્ટ્રના પ્રવાસન રાજ્યમંત્રી રણજીત કાંબલે હાજર રહ્યા હતા. આ એવોર્ડ યાત્રાધામ વિભાગના અગ્ર સચિવ આઇ.એ.એસ વિપુલ મિત્રાએ ટીસીજીએલ વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ એવોર્ડ સ્વીકાર્યા બાદ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, ટીસીજીએલએ 2012ની જેમ 2013માં પણ આ એવોર્ડ જીત્યો છે. જૂન મહિનામાં પણ ટીસીજીએલને લોનલી પ્લેનેટ મેગેઝિન ટ્રાવેલ ઇન્ડિયાનો અવોર્ડ પણ મળ્યો છે. આ બધા આવોર્ડ રાજ્ય માટે ગૌરવની બાબત છે.