શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ત્રિવેદી પંચના આદેશ સામે અરજી પર નોટ બી ફોર મી

દિપેશ-અભિષેક પ્રકરણ

દિપેશ અભિષેક અપમૃત્યુ કેસની તપાસ માટે રચાયેલા જસ્ટિસ ડી.કે ત્રિવેદી પંચે આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈને પંચ સમક્ષ હાજર થવાના આદેશને હાઈકોર્ટના જસ્ટીશ અભિલાષા કુમારીએ નોટ બી ફોર મી કરી મેટર પરત રજિસ્ટારને મોકલી આપી છે. ટૂંક સમયમાં અન્ય જજ સમક્ષ કાર્યવાહી હાથ ધરશે.

આ કેસની વિગત એવી છે કે શહેરના છેવાડે અવેલા આસારામ આશ્રમ સંચાલિત ગુરૂકુળમાં અભ્યાસ કરતા બે બાળકોન અપમૃત્યુ અંગેનો વિવાદ ચરમસીમાએ હતો એ સમયે રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી સમગ્ર મામલાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી. સાથે સાથે અપમૃત્યુ પ્રકરણની તટસ્થ તપાસ માટે નિવૃત જસ્ટિશ ડી.કે. ત્રિવેદી પંચની રચના કરી હતી. તપાસ એજંસી તેમજ પંચે તપસનો દૌર શરૂ કરી સમગ્ર કેસ સાથે જોડાયેલા સાક્ષીઓનો નિવેદન નોંઘવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાનમાં, સીઆઈડી ક્રાઈમે આશ્રમના સાત સાધકો સામે શાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં અપમૃત્યુ પ્રકરણની તપાસ કરી રહેલા ડી.કે. ત્રિવેદી પંચે સમગ્ર મામલે આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈને પંચ સમક્ષ હાજર થવા માટે પંચ આદેશ કર્યો હતો. જેને આસારામના વકીલે કોર્ટમાં પડકાર્યો હતો અને રજૂઆત કરી હતી કે આ અદેશ ગેરવ્યાજબી છે. સમગ્ર પ્રકરણમાં આસારામ અને તેના પુત્રની ક્યાય સંડોવણી થતી નથી, જેથી પંચના આદેશને રદ્દ કરવાની દાદ માંગી હતી. જે અંગેની આજે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કુમારી અભિલાષા કુમારી સમક્ષ સુનાવણી હાથ ધરતા નોટ બી ફોર મી કરી હતી અને આ મેટર પરત રજિસ્ટારને મોકલી આપી હતી અને ટૂંક સમયમાં અન્ય જજ સમક્ષ કાર્યવાહી હાથ ધરાશે.