શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 29 મે 2014 (14:13 IST)

દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાનું સૌથી વધુ અને જડપી ધોવાણ થઇ રહ્યું છે

ગુજરાતના કચ્છથી ઉમરગામ સુધીના દરિયા કિનારાના વિસ્તારમાં સૌથી વધુ ધોવાણ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાનું થયું હોવાથી આગામી દિવસોમાં ખાસ બે લોકેશન નક્કી કરી કેવી રીતે ધોવાણ અટકાવી શકાય તે માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરાશે.

ભારતભરના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી લાંબો દરિયા કાંઠો ૨૧૨૫ કિ.મી.નો ગુજરાતનો છે. આ કિનારો કચ્છથી ઉમરગામ સુધી ફેલાયેલો છે. સૌથી લાંબો દરિયા કાંઠો હોવાથી જાળવણી માટે અને દરિયા કાંઠાનું સતત થઇ રહેલું ધોવાણ અટકાવવા માટે નિષ્ણાતોની ખાસ ટાસ્ક ફોર્સ બનાવાઇ છે. જેની પ્રથમ બેઠક સુરત અઠવાલાઇન્સ સ્થિત સિંચાઇ વિભાગમાં મળી હતી.

આ બેઠકમાં દેશભરમાંથી આવેલા ડિઝાસ્ટર, ભૂકંપ, નિષ્ણાતોએ આ દરિયા કાંઠાનું ધોવાણ અટકાવવા માટે ચર્ચા હાથ ધરી હતી. જેમાં સૌથી વધુ ધોવાણ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાનું થયું છે. આથી આ વિસ્તારમાં તથા ગુજરાતના તામ દરિયા કાંઠા વિસ્તારનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય તે માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાનું નક્કી થયું હતું. આ ટાસ્કફોર્સના સભ્યોમાંથી એક સભ્ય સુરત જિલ્લા સિંચાઇ અધિક્ષક એ.ડી. કાનાણી પણ છે. તેમના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાનું ધોવાણ અટકાવવા માટે અલગ-અલગ બે લોકેશન નક્કી કરાશે અને આ લોકેશન એવા હશે, જ્યાં દરિયા કિનારાનું વધુ ધોવાણ થતું હશે. આ લોકેશન પરથી દરિયાના ઉછળતા મોજાની તીવ્રતા, ઉંચાઇ, મહત્તમ ઉંચાઇ અને એવરેજ ઉંચાઇ, કેટલા કિ.મી. સુધીનું ધોવાણ થયું છે. તેના ડેટા ભેગા કરાશે અને આ ડેટા પૂણા ખાતેની ઓફિસમાં મોકલી અપાશે અને ત્યાંથી ધોવાણ અટકાવવા માટેની દિવાલની ડિઝાઇન અંગેનો માસ્ટર પ્લાન તૈયાર થઇને આવશે.
જો કે દક્ષિણ ગુજરાતના બે લોકેશનો નક્કી કરવા માટે હવે પછી મળનારી બીજી ટાસ્કફોર્સમાં નક્કી થશે અને આ માટે જરૃરી કાર્યવાહી શરૃ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.