શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (15:00 IST)

દારૂબંઘીનો નવો કડક કાયદો લાવો નહીં તો 2017નો મુખ્યમંત્રી અમે નક્કી કરીશું - અલ્પેશ ઠાકોર

ભાભરમાં ઠાકોર પોલીસ કર્મીનાં આપઘાત માટે જવાબદાર બુટલેગરો અને રાજકીય માણસોને બુધવાર સુધીમાં પકડી લેવાની ચીમકી અલ્પેશ ઠાકોરે ઉચ્ચારી હતી. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે બુધવાર સુધીમાં કોઇ કાર્યવાહી નહી થાય તો ગુરૂવારે ક્ષત્રીય ઠાકોર સેના પાલનપુરથી ભાભરની ન્યાય યાત્રા કરશે. શંખેશ્વર ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા તાલુકાનાં તેજસ્વી તારલાઓનાં સન્માન સમારંભમાં હાજરી આપી હતી. અલ્પેશ ઠાકોરે પોતાનાં ભાષણમાં સમાજને શિક્ષીત અને વ્યસન મુક્ત થવાની હાકલ કરી હતી. અલ્પેશે જણાવ્યું કે આગામી 2017ની ચૂંટણીમાં મુખ્યમંત્રી અમારો હશે. અલ્પેશે કહ્યું કે સમાજે નવી દિશા પકડી છે. અતિ પછાત ગણાતો સમાજ આજે શીક્ષિત થયો છે. સમાજનાં દિકરા દિકરીઓ IAS અને IPS બની રહ્યા છે. જો કે હજી પણ દારૂનાં રાક્ષસનો સમાજે બહિષ્કાર કરવાની જરૂર છે. અલ્પેશ ઠાકોકે કહ્યું કે ઠાકોર સેના દ્વારા દારૂ વિરુદ્ધ ચલાવાયેલ અભિયાનની વિશ્વએ નોંધ લીધી છે. અલ્પેશે ચિમકી ઉચ્ચારતા કહ્યું કે કોન્સ્ટેબલ નાગજી ઠાકોરની હત્યા માટે જવાબદારોની બુધવારે સુધીમાં ધરપકડ કરવામાં આવે. જો આવું નહી થાય તો ગુરૂવારે પાલનપુરથી ભાભર સુધીની ન્યાય યાત્રા કાઢવામાં આવશે.અલ્પેશ ઠાકોરે કહ્યું કે, હું ક્યારે પણ રાજનીતિમાં નહી આવું પરંતુ ગુજરાતની રાજનીતિ જરૂર બદલી નાખીશ. ક્ષત્રિય ઠાકોર સમાજ 2017ની ચૂંટણી બાદ ગાદીએ બેસનાર મુખ્યમંત્રી આપણો હશે. ઠાકોરોએ હવે દારૂ અને વ્યસનની બદીમાંથી બહાર આવવાની જરૂર છે