શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભીકા શર્મા|

: દિનશા પટેલ અચાનક નરેન્દ્ર મોદીને મળતા રાજકીય ક્ષેત્રે વિવિધ અટકળો શરૂ

P.R

કેન્દ્રમાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરતાં કોંગ્રેસના ખાણ ખનીજ વિભાગના કેબિનેટ મંત્રી દિનશા પટેલે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજતાં રાજકીય ક્ષેત્રે વિવિધ અટકળોનો દોર શરૂ થયો છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અને દિનશા પટેલે પાટીદાર સમાજના ભારે વર્ચસ્વ ધરાવનાર નેતા હોવાથી આવા જ એક અન્ય નેતા નરહરિ અમીનના ભાજપ પ્રવેશ બાદ દિનશા પટેલ પણ ભાજપમાં જોડાશે કે કેમ? તેવી અટકળો વહેતી થઈ છે. ઉલ્લેખનીય છે કે નરહરી અમીન અને દિનશા પટેલ એક જ સમાજના અને એકબીજા સાથે ખૂબ સારા સંબંધો ધરાવનાર નેતા છે.

કેન્દ્રના મંત્રી દિનશા પટેલ આજે ગાંધીનગર પહોંચ્યાહતા અને સ્વર્ણિમ સંકુલ1 ખાતે મુખ્યમંત્રી મોદીની સત્તાવાર મુલાકાત લીધી હતી. જો કે તેઓ મુખ્યમંત્રીને કોઈ સરકારી કાર્યક્રમ કે પોતાના પરીવારના કોઇ પ્રસંગ સંબંધિત આમંત્રણ આપવા આવ્યા હતા કે કેમ તેની કોઈ વિગતો જાહેર થઇ શકી નથી. પરંતુ તેમની આ મુલાકાતને પગલે રાજકીય ક્ષેત્રે અટકળોનો દોર શરૂ થયો હતો. અને કોંગ્રેસમાંથી જેમ નરહરી અમીન, વિઠ્ઠલ રાદડીયા વગેરે ભાજપમાં જોડાયા તેમ દિનશા પટેલ પણ જોડાય તો નવાઇ નહી.

દરમિયાનમાં સૂત્રોએ કહ્યું કે 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે કોંગ્રેસે મણીનગરની બેઠક પર મોદીની સામે દિનશા પટેલને ઉભા રાખ્યા હતા. દિનશા પટેલ મુળ જનતાદળ અને તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલના સાથીદાર ગણાય છે. મધ્યગુજરાતમાં ખેડા લોકસભા બેઠક પરથી સતત જીતતાં આવ્યા છે. ભાજપ દ્વારા તેમને પરાજીત કરવાના ભારે પ્રયાસો છતાં દિનશા પટેલ લોકસેવાને કારણે કયારેય પણ પરાજીત થયા નથી. જો તેઓ ભાજપમાં જોડાય તો મધ્યગુજરાતમાં ભાજપની રાજકીય સ્થિતિ મજબુત બની શકે તેમ છે. અલબત્ત, આ તમામ બાબતો અટકળો પર રહેલી છે.

સૂત્રોએ એમ પણ કહ્યું કે સામાન્ય રીતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જેઓ સત્તાવાર રીતે મળવા આવે ત્યારે તેમનો ફોટોશેસન કે વીડીયો સેશન ત્યારે જ થાય છે કે જ્યારે મુખ્યમંત્રી તેને પ્રજાની વચ્ચે મુકવા માંગતા હોય. એવી પણ એક બાબત ચર્ચાય રહી છે કે દિનશા પટેલની આજની સત્તાવાર મુલાકાતને માધ્યમોમાં જાહેર કરીને મોદીએ કોંગ્રેસમાં ચિંતાની લાગણી સર્જવાનો પ્રયાસ કર્યો છે.