શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 10 ઑક્ટોબર 2015 (17:16 IST)

નવરાત્રીમાં વરસાદ પડે તેવી આગાહી

હવામાન ખાતાએ નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી છે તેવી સત્તાવાર જાહેરાત હવામાન ખાતાએ થોડા સમય અગાઉ કરી છે પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય બનેલી સીસ્ટમ આજે ડિપ્રેશનમાં ફેરવાઈ છે અને આગામી ૨૪ કલાક દરમિયાન ૨૪ કલાક દરમિયાન તે ડિપ–ડિપ્રેશનમાં પરિવર્તીત થાય તેવી સંભાવના હવામાન ખાતાના જાણકારો વ્યકત કરી રહ્યા છે. હવામાનમાં આવેલા પલટાને કારણે દરિયા વિસ્તારમાં ૪૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફંકાય તેવી આગાહી છે અને તેના કારણે વેરાવળ, જાફરાબાદ જેવા અનેક બંદરો પર ૧–નંબરનું સિલ લગાવાયું છે. માછીમારોને દરિયામાં ન જવા પણ ચેતવણી આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં ગોવાથી ૪૧૦ કિલોમીટર દૂર અને મુંબઈથી ૬૩૦ કિલોમીટર દૂર સર્જાયેલા ડિપ્રેશનની અસરના ભાગરૂપે આગામી ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ડિપ–ડિપ્રેશન ગોવા, દક્ષિણ, કોંકણની પિમે આવ્યા બાદ પિમ દિશા તરફ ગતિ કરે તેવી શકયતા હોવાથી આગામી ૪૮ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત રાયના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદની શકયતા નકારાતી નથી.

પલ્ટાયેલા વાતાવરણના કારણે આજે રાયના અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળા જોવા મળ્યા હતા અને સાંજે વાદળો વધુ માત્રામાં અને વિસ્તારમાં જોવા મળે તેવી શકયતા છે. વાતાવરણમાં પલટો આવવા છતાં ગરમીનું જોર હજુ ઘટયું નથી પરંતુ વરસાદ બાદ ગરમી ઘટે તેવી સંભાવના છે.

રાજકોટમાં ૩૮, અમરેલીમાં ૩૮.૪, ભાવનગરમાં ૩૭.૨, સુરેન્દ્રનગરમાં ૩૯.૩, ભૂજમાં ૩૯.૨ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.