શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વાર્તા|
Last Modified: ગાંધીનગર , બુધવાર, 9 એપ્રિલ 2008 (12:28 IST)

ન્યાયમૂર્તિ મેહતા નાણાવટી પંચનાં સભ્ય

ગુજરાત સરકારે ગઈકાલે સેવાનિવૃત્ત ન્યાયાધીશ અક્ષય એચ. મેહતાને ગુજરાત તોફાનોની તપાસ કરી રહેલા નાણાવટી પંચનાં સભ્યનાં રૂપમાં નિમ્યાં હતાં.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ન્યાયમૂર્તિ મેહતાને જજ કે.જી.શાહનાં સ્થાને નિમવામાં આવ્યા છે. તેમનું ગઈ 23 માર્ચે નિધન થયું હતું.

27 ફેબ્રુઆરી 2002 માં ગુજરાતનાં ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટનાની તપાસ માટે ગુજરાત સરકારે એક સભ્યનાં કે.જી.શાહ પંચની રચના કરી હતી. પરંતુ જનતાનાં વિરોધ બાદ પંચમાં સુપ્રીમ કોર્ટનાં સેવાનિવૃત્ત ન્યાયાધીશ જી.ટી.નાણાવટીને અધ્યક્ષનાં રૂપમાં લાવવામાં આવ્યાં હતા અને ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલા સાંપ્રદાયિક તોફાનોની પણ આ પંચ તપાસ કરી રહ્યું છે.