શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

બસપામાં પણ ચૂંટણીનો ધમધમાટ

આગામી લોકસભા ચૂંટણીના બહુજન સમાજ પાર્ટીના પ્રચારના શ્રીગણેશ કરવા પક્ષ પ્રમુખ માયાવતી અમદાવાદ ખાતે આવશે અને ઉમેદવારોની જાહેરાત કરવાના છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બસપા તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખનાર છે.

બસપા અધ્યક્ષા કુ.માયાવતી આગામી 31મી માર્ચે કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે બપોરે ત્રણ વાગ્યે સભાને સંબોધનાર છે. આ અંગે પક્ષના પ્રદેશ મહામંત્રી મુખત્યાર સોનીએ જણાવ્યુ હતું કે, દેશમાં કોંગ્રેસ-ભાજપાની સરકારો બની છે પરંતુ દલિત, ગરીબ, કચડાયેલા વર્ગ, લઘુમતી સમાજના વિકાસ, શિક્ષા, સુરક્ષા, રોજગાર તથા તેઓની મુળભૂત સમસ્યાઓનું સમાધાન નહીં કરીને લઘુમતી સમાજને ષડયંત્રથી સત્તા, રોજગાર તથા અન્ય અધિકારોથી વંચિત રાખીને બરબાદ કરવાનું કામ કર્યુ છે.

બસપાએ ઉત્તરપ્રદેશમાં સંગઠનમાં અને સરકારમાં લઘુમતી સમાજને મોટી સંખ્યામાં સ્થાન આપી તાકાત, સુરક્ષા તથા સન્માન આપવાનું કર્યુ છે તે સાથે સમાજના તમામ લોકોને શિક્ષા રોજગાર આપવાનું કામ કર્યુ છે. બસપા અધ્યક્ષાએ ઉત્તર પ્રદેશમાં સર્વજન હિતાય-સર્વજન સુખાયની નીતિની સાથે ભાઇચારો પેદા કરી તમામ સમાજને જોડવાનું અને દેશની એકતાને મજબૂત કરવાનું કામ કર્યુ છે.