શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

મારા શરીર પર કપડાં ન હોય ત્યારે હુ મારી જાતને ખૂબસૂરત માનું છુ.

વડોદરામાં પોતાનાં જ ન્યુડ પેઇન્ટિંગ્સ દોરીને વિવાદ સર્જનાર ફાઇન આટ્ર્‍સની સ્ટુડન્ટની કેફિયત

P.R
મૂળ ઉત્તર પ્રદેશની અને છેલ્લાં ત્રણ વર્ષથી વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ (પેઇન્ટિંગ)માં ભણી રહેલી અનુરાધા ઉપાધ્યાય નામની બાવીસ વર્ષની સ્ટુડન્ટે ફાઇનલ યરના એક્ઝિબિશનમાં પોતાનાં જ ન્યુડ પેઇન્ટિંગ લોકોને જોવા માટે મૂક્યાં હતાં. ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં યોજોલા એક્ઝિબિશનમાં કુલ સોળ પેઇન્ટિંગ મૂકવામાં આવ્યાં હતાં, પણ એ પેઇન્ટિંગે ગઈ કાલે સવારે વિવાદ સર્જી દેતાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર યોગેશસિંહ આવ્યા હતા અને તેમણે સોળમાંથી બે પેઇન્ટિંગ હટાવવાની સૂચના આપતાં હવે ૧૪ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં રહ્યાં હતાં.

અનુરાધા ઉપાધ્યાયે ન્યુડ પેઇન્ટિંગ માટે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘લોકોને યુવતીઓને આ જ સ્વરૂપમાં જોવા ઇચ્છતા હોય છે. આ જ કારણે તો યૌન શોષણ થતું રહ્યું છે.’

અનુરાધાએ કહ્યું હતું કે ‘મારા શરીર પર જ્યારે કપડાં નથી હોતાં ત્યારે હું મારી જાતને સૌથી ખૂબસૂરત માનુ છું અને એમાં કશું ખોટું પણ નથી. કપડાં પહેરેલી અવસ્થામાં તો તમે સારાં લાગો જ, પણ નગ્ન પણ તમને તમારી જાત જોવી ગમતી હોય તો એ સૌંદર્યની સર્વશ્રેષ્ઠ ક્ષણ ગણી શકાય.’

અનુરાધાએ નગ્નાવસ્થાનાં અનેક પેઇન્ટિંગ બનાવ્યાં છે. આ દરેક પરિસ્થિતિ, સંજોગ અને સ્થળ અનુરાધાએ નગ્નપણે પહેલાં અનુભવી હતી અને એ પછી જ તેણે એ પેઇન્ટિંગ બનાવ્યાં છે. અનુરાધાએ કહ્યું હતું કે ‘જો કોઈ પરિસ્થિતિ મારે વધુ નજીકથી જોવી હોય તો હું ઑટોમેટિક કૅમેરા મૂકી એ પરિસ્થિતિમાં ગોઠવાતી અને પછી એ ફોટોગ્રાફના ઑબ્ઝર્વેશન પરથી પેઇન્ટિંગ બનાવતી.’