શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ચાંદીનો રથ ભેટ.

P.R
અમદાવાદ આમ તો ઐતિહાસિક ઓળખ ધરાવે છે. પરંતુ તેની એક ઓળખ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને કારણે પણ છે. રથયાત્રા ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે. જે ભારતભરમાં ગુજરાતી પંચાગ પ્રમાણે અષાઢ સુદ બીજના દિવસે ઉજવવામાં આવે છે.

રથયાત્રાને હવે માત્ર થોડાક જ દિવસ બાકી રહ્યા છે. દેશભરમાંથી સાધુ સંતોના આગમનની શરૂઆત થઈ ગઈ છે. એ દરમિયાન દરવર્ષની પરંપરા મુજબ આ વર્ષે
પણ રથયાત્રા શરૂ થાય તે પહેલા અમદાવાદના મુસ્લીમ સમાજના અગ્રણીઓએ મંદિરના મહંત શ્રી રામેશ્વરદાસજીને ચાંદીનો રથ ભેટ આપીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે.