શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 31 જુલાઈ 2008 (11:29 IST)

રાજ્યના 40 તાલુકામાં નોંધનીય વરસાદ

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં 40 તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે. જ્યારે 12 જિલ્લા સાવ કોરા રહ્યાના અહેવાલ સાંપડ્યા છે.

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાક દરિમયાન જામનગર જિલ્લાના દ્વારકામાં 161 મીમી એટલેકે છ ઇંચથી વધુ વરસાદ, કલ્યાણપુરામાં 144 મીમી એટલે કે સાડા પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢ જિલ્લાના વેરાવળમાં 116 મીમી, તાપીના વાલોડમાં 105મીમી, વલસાડના કપરાડામાં 98મીમી તથા જામનગરના ભાણવડમાં 86મીમી, જૂનાગઢના કેશોદમાં 78મીમી, કોડીનારમાં 85મીમી, નવસારીના ચીખલીમાં 84મીમી, પોરબંદરના રાણાવાસમાં 73મીમી વરસાદ વરસ્યો છે.
દાહોદમાં 50મીમી, જૂનાગઢના માણાવદરમાં 63, માંગરોળમાં 51, તલાલામાં 51, પોરબંદરમાં 56, વલસાડના ધરમપુરમાં 54, ઉમરગામમાં 56મીમી વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 40 તાલુકાઓમાં વરસાદ નોંદઆયો છે ત્યારે રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત 12 જિલ્લા કોરાધાકોર રહ્યાનું જાણવા મળે છે.