શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: ગાંધીનગર , બુધવાર, 13 જાન્યુઆરી 2010 (10:39 IST)

રાજ્યના કર્મચારીઓને મોંઘવારીમાં 9 ટકાનો વધારો

ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો 1998 હેઠળ પગાર ધોરણમાં પગાર મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પ્રવર્તમાન દરોમાં (પાંચમાં પગાર સંદર્ભે) રાજ્યસરકારે 9 ટકાનો વધારો કર્યો છે પરિણામે હવે કર્મચારીઓને મૂળ પગારના 73 ટકા લેખે મોઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે અને મોંઘવારી ભથ્થામાં દરમાં થયેલો વધારો 1-7-09 થી અમલી બનશે તથા આ રકમ રોકડમાં ચૂકવવામાં આવશે.

આ ઉપરાંત ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો 1987 હેઠળ પગાર ધોરણ મેળવતા કર્મચારીઓને ત્રણ તબક્કામાં થયેલા મોંઘવારી ભથ્થાના દરો મુજબ રોકડ ચૂકવણું કરવામાં આવશે.