શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2013 (11:35 IST)

રિવરફ્રન્ટ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનનો બીજો કમાઉ દીકરો

ગુજરાત સમાચાર

P.R

સાબરમતી નદીના પૂર્વ કાંઠે રિવરફ્રન્ટ પર સુભાષબ્રિજ અને દધીચિઋષિબ્રિજ વચ્ચે શાહીબાગ રિવરફ્રન્ટ પાર્ક મ્યુનિ. તંત્ર દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટ પાર્ક તેની પુખ્તો માટેની રૃ. દસ અને બાળકો માટેની રૃ. પાંચ પ્રવેશ ફીના કારણે કોર્પોરેશનનો નવો કમાઉ દીકરો બન્યો છે. કાંકરિયા તળાવ બાદ આ પાર્ક અમદાવાદીઓ માટે નવું આકર્ષણ બન્યો છે.

રિવરફ્રન્ટ પાર્કનું મુખ્ય પ્રવેશ દ્વાર શાહીબાગના નારણઘાટ ખાતે રખાયું છે. રિવરફ્રન્ટ પાર્કમાં સવારે ૬થી ૮ સુધી મોર્નિંગ વોકર્સ માટે કોઈ પણ જાતની પ્રવેશ ફી લેવાતી નથી. ત્યાર બાદ સવારના ૮ થી ૯ પાર્ક મુલાકાતીઓ માટે બંધ રહે છે અને સવારના ૯ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી સહેલાણીઓ પાસેથી પ્રવેશ ફી લેવામાં આવે છે. રાતના ૯ વાગ્યા બાદ પ્રવેશ ટિકિટ અપાતી નથી. રિવરફ્રન્ટ પાર્કમાં દિવાળી વેકેશન દરમિયાન સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ગત તા.૧૧ નવેમ્બર, ૨૦૧૩થી સહેલાણીઓ પાસેથી પ્રવેશ ફી લેવાનો પ્રારંભ કરાયો છે. તેમ છતાં પણ શહેરભરના સહેલાણીઓને શાહીબાગ રિવરફ્રન્ટ પાર્ક ભારે આકર્ષી રહ્યો છે.

રિવરફ્રન્ટ પાર્કના સહેલાણીઓ-આવક, એક નજરે

(તા.૧૧થી તા.૨૯ નવેમ્બર સુધીની)

વર્ગ સહેલાણીઓની આવક પ્રવેશ સંખ્યા (રૃા.માં) ફી

૧૨ વર્ષથી ઉપરની વ્યક્તિ ૨૫૦૭૪ ૨,૫૦,૭૪૦ રૃ. ૧૦

૫થી૧૨ વર્ષ સુધીની વ્યક્તિ ૬૫૯૧ ૩૨.૫૦૫ રૃ.૫

શૈક્ષણિક પ્રવાસના વિદ્યાર્થીઓ ૪૩૦ ૪૩૦ રૃ.૧

કુલ સહેલાણીઓ ૩૨૦૦૫ ૨,૮૩,૬૭૫

દર સોમવારે રિવરફ્રન્ટ પાર્ક બંધ રહે છે શાહીબાગ રિવરફ્રન્ટ પાર્ક દરરોજ સવારે ૮થી ૯ અને રાતના ૧૦ વાગ્યા બાદ મુલાકાતીઓ માટે બંધ રહે છે. જોકે દર સોમવારે આખો દિવસ રખરખાવ સારસંભાળ માટે પાર્ક મુલાકાતીઓ માટે બંધ રહે છે. પાંચ વર્ષથી નાનાં બાળક અને વિકલાંગ વ્યક્તિને પાર્કમાં મફત પ્રવેશ અપાય છે પાંચ વર્ષથી નાના ભૂલકાંને રિવરફ્રન્ટ પાર્કમાં મફત પ્રવેશ અપાય છે. આ ઉપરાંત વિકલાંગ વ્યક્તિ પાસેથી પણ પ્રવેશ ફી લેવાતી નથી. જ્યારે ૬૦ વર્ષથી ઉપરની વયના વરિષ્ઠ નાગરિક પાસેથી રૃ. ૫ની કન્સેશનના દરની પ્રવેશ ફી વસૂલાય છે.