શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2008 (12:22 IST)

રીપોર્ટને ફગાવી દઈ, કોંગ્રેસે સભાત્યાગ કર્યો

વિધાનસભા ગૃહમાં આજે ગોધરાકાંડમાં નાણાવટી પંચે તેના અહેવાલનો પ્રથમ ભાગ રજૂ કર્યો હતો. અહેવાલ રજૂ કરવાનાં મુદ્દે કોંગ્રેસે વાંધો ઉઠાવી સભાગૃહનો ત્યાગ કર્યો હતો.

વિધાનસભા ગૃહનાં આજે પ્રથમ દિવસે ગૃહમાં ગોધરાકાંડ તપાસ કરવા નિમાયેલી નાણાવટી પંચનો અહેવાલ રજુ કરવાની મંત્રીએ જાહેરાત કરતાં જ વિધાનસભા વિપક્ષનાં નેતા શક્તિસિંહ ગોહીલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો કે નાણાવટી પંચની નિમણુંક રાજકીય રીતે થઈ છે. આટલું કહેતાં જ ગૃહમાં ભાજપાનાં ધારાસભ્યોએ હોહા મચાવી દીધી હતી.

સભ્યોને શાંત કરતાં અધ્યક્ષ અશોકભાઈ ભટ્ટે કહ્યું કે આપનો પોઈન્ટ ઓફ ન ચાલે. ન્યાયિક વ્યવસ્થા માટેની આપણી પરંપરા છે. તે માટે શંકા ન કરાય, આ રીતનાં શબ્દો ન્યાયિક પંચનું અપમાન છે.

કોંગ્રેસનાં તમામ સભ્યો ઉભા થઈ ગયા હતા. અને ગૃહમાંથી વોક આઉટ કર્યો હતો. તે સમયે ગોહિલે કહ્યું હતું કે અમને પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવા દો અને અમને સાંભળો. પણ અધ્યક્ષ ભટ્ટે તેમને મંજૂરી આપી ન હતી. ત્યારબાદ વિપક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી ચાલી હતી. જો કે બાબુભાઈ શાહ ગૃહમાં પરત ફર્યા હતાં.
દરમિયાન ગૃહમાં અમદાવાદ સિરીયલ બ્લાસ્ટનો મુદ્દો છવાયો હતો. વિપક્ષે ઈન્ટેલીજન્સ માહિતી હોવા છતાં તેઓ આતંકવાદી હુમલાને રોકી શક્યા નહીં.