શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By નઇ દુનિયા|
Last Modified: વડોદરા , ગુરુવાર, 31 જુલાઈ 2008 (20:31 IST)

વડોદરા સ્ટોક એક્સચેન્જને ઉડાવવાની ધમકી

અમદાવાદ, સુરત બાદ હવે આતંકીઓની ધમકી વડોદરા પર પડી છે. આજે આવેલા એક ધમકી ભર્યા ઈ મેઈલમાં બરોડા સ્ટોક એક્સચેન્જને ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મેઈલમાં બિલ્ડીંગની અંદર બોમ્બ મુકવાની વાત થઈ હતી.

આ ધમકીભર્યો ઈમેઈલ મળતાં જ પોલીસ દળ ઘટનાસ્થળે પહોચી ગયો હતો. તેમની બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ પણ આવી ગયું હતું.
તેમણે સમગ્ર સ્ટોક એક્સચેન્જનું ચેકીંગ કર્યું હતું. અને સમગ્ર બિલ્ડીંગને ખાલી કરાવી નાંખ્યું હતું. અમદાવાદ બ્લાસ્ટ બાદ વડોદરામાં બોમ્બ મુકાયો હોવાની ત્રણ દિવસમાં બીજી ઘટના છે. આ પહેલાં સયાજીરાવ યુનિવર્સિટીમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી આવી હતી.

જો કે આ ધમકી ખોટી સાબિત થઈ હતી. મહત્ત્વપૂર્ણ છે કે સુરતમાંથી મળેલી બન્ને ગાડીઓનું પાસીંગ વડોદરાનું હતું. તેથી પોલીસ અને ઈન્ટેલીજન્સ કોઈપણ ચાન્સ લેવા માંગતી નથી.