શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 15 એપ્રિલ 2013 (16:11 IST)

વોટબૅન્ક કબજે કરવાનો નરહરિ અમીનને ટાર્ગેટ સોંપાયો

લોકસભાની ચૂંટણી અગાઉ સૌરાષ્ટ્ર અને સાબરકાંઠાની પટેલ વોટબૅન્ક કબજે કરવાનો તેમને ટાર્ગેટ સોંપાયો
P.R

ગુજરાત કોંગ્રેસના વજનદાર નેતા - અગ્રણી નરહરિ અમીને કોંગ્રેસ સાથે છેડો ફાડીને બી.જે.પી.માં જોડાયા પછી હવે બી.જે.પી.એ સિફતપૂર્વક નરહરિ અમીનના ગુજરાતમાં ગ્રાસરૂટ લેવલના નેટવર્કનો ફાયદો ઉઠાવવા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેમને મિશન લોકસભાનું કામ સોંપાયું છે. તેમને સૌરાષ્ટ્ર - બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં પટેલ લૉબી માટે ટાર્ગેટ સોંપાયો છે.

નરહરિ અમીન બી.જે.પી.માં મોટું માથું ગણાય એ માટે અને પક્ષમાં તેમનું વજન દેખાય એ માટે આગામી ૧૯ એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલીમાં બી.જે.પી.ના અગ્રણી વસંત ગજેરાની એક કૉલેજના ઉદ્ઘાટન સમારંભમાં ખુદ નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે અને તેમની સાથે નરહરિ અમીનને સ્ટેજ પર સાથે રાખશે.