શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 26 નવેમ્બર 2012 (11:07 IST)

સમગ્ર ભાજપ નરેન્દ્ર મોદીની સાથે - જેટલી

P.R
રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી આજે કહ્યુ કે સમગ્ર ભાજપ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે તમામ નેતાઓ મેદાનમાં ઉતરી ગયા છે. જેટલીએ કહ્યુ હતુ કે ઘણા ભાજપના નેતાઓ રેલીઓને સંબોધન કરી રહ્યા છે. જે સંકેત આપે છે કે સમગ્ર પાર્ટી ગુજરાત ભાજપ અને નરેન્દ્રભાઈની સાથે છે. અમે પક્ષને ઐતિહાસિક જીત અપાવવા માટે અહી આવ્યા છીએ. આજે ભાજપે આશરે 55 જેટલી જાહેરસભાઓનું આયોજન કર્યુ હતુ. તમામ ટોચના નેતાઓ ચૂંટણીના પ્રથમ તબક્કાઓ માટે ઝંઝાવાતી પ્રચાર કરે રહ્યા છે. એલ. અડવાણી અને સુષ્મા સ્વરાજ હજુ પ્રચારમાં જોડાયા નથી.

પ્રથમ તબક્કાની ચૂંટણી દરમિયાન તમામ મતવિસ્તારમાંથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતારી ચૂક્યા છે. પક્ષની અંદર બળવાને સ્થિતિ અંગે પ્રશ્નોના જવાબમાં જેટલીએ કહ્યુ હતુ કે અમારી પાર્ટીને છોડી ચૂકેલા નેતાઓને લોકો ક્યારેય સ્વીકારશે નહી. કેશુભાઈ પટેલને પણ લોકો સ્વીકારશે નહી. સદ્દભાવના મંચના ધ્વજ હેઠળ અન્ય એક ધારાસભ્ય કનુભાઈ કલસારિયા પણ ચૂંટણી મેદાનમાં છે. જેટલીએ કહ્યુ હતુ કે ભાજપને છોડી ચૂકેલા લોકો વૈચારિક મતભેદના કારણે છોડીને ગયા નથી, પરંતુ અંગત મતભેદોના કારણે પક્ષને છોડી ગયા છે. પક્ષ છોડી ગયેલા નેતાઓને તેમના નિર્ણયથી હતાશ થવુ પડશે. કોંગ્રેસ પાસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સમકક્ષ ઉભા રહે તેવા કોઈ નેતા નથી. આ જ કારણસર તેઓ તેમને ટાર્ગેટ બનાવી રહ્યા છે. જેટલીએ એમ પણ કહ્યુ હતુ કે મોદી એક એવા નેતા છે. જેમની કુશળતા સતત વધી રહી છે. વર્ષ 2014માં યોજાનારી ચૂંટણી માટે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પ્રદના ઉમેદવાર રહેશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા જેટલીએ કહ્યુ હતુ કે રાષ્ટ્રીય સ્તરે પણ તેમની કુશળતા વધી છે. પરંતુ ભવિષ્યમાં તેમનો ઉપયોગ કરવામાં આવે તે અંગે યોગ્ય સમયે નિર્ણય કરવામાં આવશે.