શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

સરકારી કર્મચારીઓનું વેતન(ફિક્સ પગાર) વધી જશે

P.R
મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય સરકારમાં ફિક્સ માસિક પગારથી સેવારત એક લાખથી વધુ કર્મચારીઓને ફિક્સ વેતનમાં વધારો આપવાનો સ્તુત્ય નિર્ણય જાહેર કર્યો છે.

ગુજરાતની દસ વર્ષથી વણથંભી વિકાસયાત્રામાં કર્મયોગી બનીને જનસેવામાં જોડાયેલા આ એક લાખ જેટાલ અદના કર્મહારીઓના ફિક્સ માસિક પગારની ચાર કેટેગરીઓમાં રૂપિયા 800થી લઈને રૂપિયા 4400 જેટલો માસિક ફિક્સ પગાર વધારો અપાશે એમ તેમણે જણાવ્યુ હતુ.

રાજ્ય સરકારમાં ફિક્સ પગાર મેળવતા આવા એક લાખથી વધારે કર્મયોગીઓમાં મુખ્યત્વે શિક્ષણને ગુણવત્તાસભર બનાવવા સંકલ્પ બદ્ધ વિદ્યાસહાયકો, પોલીસ લોકરક્ષકો, વહીવટી સહાયકો, કારકુન, વનપાલ સહાયકો, રેવન્યુ તલાટી જેવા મહિને રૂપિયા 4500નુ ફિક્સ વેતન મેળવતા કર્મચારીઓ ફરજ બજાવે છે. તેમના પગારમાં રૂપિયા 800નો વધારો કરીને રૂપિયા 5300 ફિક્સ વેતન નક્કી કરવામાં આવ્યુ છે. જ્યારે હાલમાં શિક્ષણ સહાયકો જેવા માધ્યમિક શિક્ષણના સેવા કર્મચારીઓ રૂપિયા 5000નું ફિક્સ વેતન મહિને મેળવે છે તેમને હવે રૂપિયા 9400નો ફિક્સ પગાર એટલે કે માસિક રૂપિયા 4400નો વધારો મળશે. હાલ માસિક રૂપિયા 6000નો ફિક્સ પગાર મેળવતા ઉચ્ચ શિક્ષક સહાયકો, બિનહથિયારી પોલીસ સબ ઈંસ્પેક્ટરો જેવા કર્મયોગીઓને માસિક રૂપિયા 4000નો વધારો આપીને રૂપિયા 10,000નો નવો ફિક્સ પગાર મળવાપાત્ર થશે.