શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 28 એપ્રિલ 2016 (12:04 IST)

સલમાન ખાનની જગ્યાએ મને બ્રાંડ એમ્બેસેડર બનાવવો જોઈએ - પ્રવીણ તોગડિયા

વિશ્વ હિંદુ પરિષદના આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ગઈ કાલે રાજપીપળામાં સામાજીક પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા. તે સમયે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સલમાન ખાનને ઓલમ્પિકમાં ભારત તરફથી જે બ્રાંડ એમ્બેસેડર બનાવવાનો છે, તેની જગ્યાએ મને બ્રાંડ એમ્બેસેડર બનાવવો જોઈએ. કારણ કે, મારી સાથે 82% લોકોનું સમર્થન છે, જેથી મને જ બ્રાંડ એમ્બેસેડર બનાવો જોઈએ.
ઉપરાંત કાશ્મીરમાં ભારત વિરોધી નારા લગાવવામાં આવે છે, તે બાબતે જણાવ્યું હતું કે, જે પાકિસ્તાન સમર્થનમાં નારા લગાવે છે, તેમને છાતીમાં ગોળી ધરી દેવી જોઈએ અને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. કાશ્મીરમાં ભારત વિરોધી નારા લગાવવા છતાં ભારત સરકાર અને કાશ્મીર સરકાર કોઈ કાર્યવાહી નથી કરતી તે બાબતે જણાવ્યું હતું કે, અત્યારે ભરતામાં ચુપની પરિસ્થિતિ છે.

પ્રવીણ તોગડિયા રાજપીપળા ખાતે કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ વસવાના પિતાના નિધન પ્રસંગે સાંત્વના આપવા આવ્યા હતા. ત્યાર બાદ રાજપીપળાના વિહિપ આગેવાનનાં દીકરાના લગ્ન પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા