શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 29 મે 2013 (10:40 IST)

સુબ્રમણ્યમ સ્વામીની મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત

મોદીનો સંદેશો લઈને સ્વામી અમેરીકન ગુજરાતીઓ પાસે જવાના છે.

P.R

જનતાદળના પ્રમુખ અને કોંગ્રેસના કટ્ટર મનાતા સુબ્રમણ્યમ સ્વામી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સચિવાલય ખાતે મળ્યા હતા. મોદી અને સ્વામી વચ્ચે સવા કલાક જેટલી બેઠક ચાલી હતી અને વર્તમાન રાજકારણમાં કોંગ્રેસની સ્થિતિ વિશે વાત કરી હતી. સ્વામીએ ક્રિકેટ સટ્ટાકાંડ અને છત્તીસગઢમાં નકસલી હુમલા અંગે તીખી પ્રતિક્રિયા આપી અને પોતાના વિરોધીઓને આ મામલે કેદ્રમાં રાખીને દાઝ કાઢી.

સુબ્રમણીયમ સ્વામી દેશના પોલીટીશીયન કરતા ઈકોનોમીસ્ટ અને એકેડેમીશીયન વધારે છે. પણ, છેલ્લા પાંચ વર્ષમાં તેમની ઓળખ કોંગ્રેસના વિરોધી અને ભાજપના તરફદાર તરીકે થઈ રહી છે. મુખ્યમંત્રી મોદીને મળ્યા બાદ સ્વામીએ છત્તીસગઢમાં કોંગ્રેસી રેલી પર થયેલા નકસલી હુમલા અંગે વાત કરતા તેમના વિરોધીઓને દોષી જણાવી દીધા. સ્વામીએ આ મામલે એસ. આઈ. ટી. નીમવાની વાત કરી અને તેમના વિરોધી વડાપ્રધાન, પી. ચીદમ્બરમ અને દિગ્વીજયસિંઘ સામે નિશાન તાકયું. જાણે અજાણે ન સમજાય તેવી વાતો તેમણે નકસલી હુમલા અંગે કરી. તેમણે તો કોંગ્રેસને માઓવાદીઓની પ્રણેતા તરીકે દર્શાવી.તમીલનાડુમાં ઈન્ડિયા સીમેન્ટના માલિક અને બી. સી. સી. આઈ.ના પ્રમુખ શ્રીનિવાસન સામે સટ્ટાકાંડની તોપ મંડાઈ છે.શ્રીનિવાસનના રાજીનામાં અંગે પણ બીસીસીઆઈ પ્રમુખનો બચાવ કરતા સ્વામીએ કહ્યું કે તેઓ તો નિર્દોષ છે. સ્વામીના વિરોધી અને કોંગ્રેસી નેતા રાજીવ શુકલાને આ મામલે તેમણે દોષી ગણાવ્યા.

સ્વામીએ મોદી સાથેની બેઠક માત્ર નોન પોલીટીકલ ગણાવી હતી અને આ મામલે કશું જ કહેવા પર નનૈયો ભણ્યો હતો. પણ, સ્વામી અમેરિકાની મુલાકાત લઈ રહ્યાં છે, અને ત્યાં ગુજરાતીઓને મળવાના છે મોદીનો સંદેશો લઈને સ્વામી અમેરીકન ગુજરાતીઓ પાસે જવાના છે.