શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : બુધવાર, 3 ઑગસ્ટ 2016 (16:41 IST)

સુરત મહાપાલિકાની ટીમ સાફ-સફાઇની અદ્યતન મશીનરી સાથે વલસાડ મોકલવામાં આવી

સાફ સફાઇ માટે વલસાડને રૂ.૪૦ લાખ-નવસારીને-રૂ.ર૦ લાખ
મકાન સહાય માટે વલસાડ- રૂ.રપ લાખ-નવસારી- રૂ.૧પ લાખ
રોકડ સહાય માટે બેય જિલ્લાને વધારાના રૂ.૬૦ લાખ

મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં થયેલા ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. આ જિલ્લાઓના કલેકટરશ્રીઓનો ટેલિફોન સંપર્ક કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે કાદવ-કચરાના નિકાલ-સફાઇની કામગીરીને અગ્રતા આપવા માર્ગદર્શન આપ્યું હતું. આનંદીબહેને આવા કાદવ-કચરાની સફાઇ અને નિકાલ માટે તાત્કાલિક વલસાડને રૂ.૪૦ લાખ તેમજ નવસારીને રૂ.ર૦ લાખ રૂપિયા સહાય ફાળવવાનો નિર્ણય કર્યો છે. વલસાડમાં સાફ-સફાઇની કામગીરી માટે જરૂરી અદ્યતન મશીનરી સાથે સુરત મહાપાલિકાની એક ટીમ મોકલવામાં આવી છે. મકાન સહાય માટે આ બેય અસરગ્રસ્ત જિલ્લાઓમાં વલસાડને રૂ.રપ લાખ તથા નવસારીને રૂ.૧પ લાખ આપવાનો તથા રોકડ સહાય માટે વલસાડ નવસારી બેયને વધારાના રૂ.૬૦ લાખ ફાળવવાનો તત્કાલ નિર્ણય કર્યો છે.