શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: સુરત , શનિવાર, 28 સપ્ટેમ્બર 2013 (18:16 IST)

સુરતમાં રેકોર્ડ વરસાદે કર્યુ રેકોર્ડ વીજળી ઉત્પાદન

P.R
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમા પડેલા અનાધાર વરસાદને કારણે ઉકાઇડેમની સપાટી 343 ફુટ સુધી પહોચીં ગઇ હતી. મેઘરાજાની આ ધૂંઆધાર બેટિંગ વચ્ચે આ વખતે ડેમમાં રેકર્ડબ્રેક વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ વર્ષનો રેકર્ડ તૂટયો છે. છેલ્લે ૧૯૮૯માં થયેલા સૌથી વધુ ૨૧૦.૧૦૦ મિલિયન યુનિટના ઉત્પાદન સામે ચાલુ વર્ષે ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૨૨૧.૨૬૪ મિલિયન યુનિટ વીજળી ઉતપન્ન કરવામાં આવી છે.

ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમા પડેલા ધુઆધાર વરસાદના કારણે ઉકાઇ કેચમેન્ચમા દિવસો સુધી હજારો યુનિટ પાણી છોડવામા આવ્યુ હતુ. જેને પગલે ઉકાઇ ડેમની સપાટી 343 ફુટને આબીં ગઇ હતી. દરમિયાન ડેમના ચાર હાઇડ્રો યુનિટ કાર્યરત કરી સેંકડો મિલિયન યુનિટ વીજળી જનરેટ કરવામાં આવી હતી. છેલ્લે ઓગસ્ટના અંત સુધીમાં ડેમ દ્વારા ૨૨૧.૨૬૪ મિલિયન યુનિટ વીજળી જનરેટ કરવામાં આવી હતી. વીજળી ઉત્પાદનનો આ આંકડો ઉકાઇ ડેમના ઇતિહાસમાં અવ્વલ નંબરે નોંધાયો છે. આ અગાઉ ૨૪ વર્ષ પહેલા ૧૯૮૯માં ૨૧૦.૧૦૦ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરાયું હતું. ચાલુ વર્ષે રેકર્ડબ્રેક વીજ ઉત્પાદન થતાં સરકારને કરોડો રૂપિયાની આવક થઇ છે.

આ અંગે જીએસઇસીએલ, ઉકાઇ ડેમના અધિકારી કે.કે.કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, ઓગસ્ટ માસ સુધીમાં ડેમ દ્વારા ઉકાઇના ઇતિહાસમાં સૌથી વધુ વીજળી જનરેટ કરવામાં આવી છે. ડેમ દ્વારા પ્રતિ વર્ષ હાઇડ્રો ચાલુ કરવા કેનાલમાં પાણી છોડવામાં આવે છે. આ સિલસિલો ચાલુ વર્ષે પણ યથાવત રહ્યો છે.આ વીજ ઉત્પાદન ડીજીવીસીએલ સહિતની કંપનીઓને વેચવામાં આવતા ફરી સરકારી તિજોરીને બખ્ખાં થઇ ગયા છે. વીજ ઉત્પાદન પાછળ પ્રતિ યુનિટ માત્ર ૦.૪૦ પૈસાનો ખર્ચ થયો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.