શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમાદવાદઃ , ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2016 (17:35 IST)

હથિયાર 5 કિલો ગાંજા સાથે બે ઝડપાયા

શહેરના અમરાઇવાડી વિસ્તારમાથી સાયબર સેલની ટીમે ગાંજો સપ્લાય કરતા બે શખ્સોને ઝડપી લીધા છે. મોનજ ગોસ્વામી અને રાજન સિંહ ચૌહાન નામના આ બંને આરોપી છેલ્લા કેટલાય સમયથી બેરોકટોક ગાંજો સપ્લાય કરતા હતા. બાતમીને આધારે છટકુ ગોઠવીને સાયબર સેલના પી.આઇ કે.આઇ મોદીની ટીમે અમરાઇવાડીમાથી 5 કિલો 700 ગ્રામ ગાંજા સાથે ઝડપી લાધા હતા. આરોપીઓની પોલીસે કડક પુછપરછ કરતા ઘણા ચોકાવનારા ખુલાસા થયા હતા. આ ગાંજો સુરતામાંથી એક બાવા પાસેથી લઇને અમદાવદમાં તેનું છુટક વેચાણ કરતા હતા. આ આરોપીઓ પાસેથી દેશી બનાવટના બે તમંચા 14 કારતુસ અને ચોરી કરેલુ બાઇક પણ મળી આવ્યું હતું. આ હથિયારનો ઉપયોગ આરોપી વટવાના એક વેપારીને લૂંટી લેવાના ઇરાદાથી ખરીદ્યુ હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાને અંજામ આપે તે પહેલાજ પોલીસે આરોપી મનોજ અને રાજનને ઝપડી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ પહેલેથી જ ગુનાહિત માનસિક્તા ધરવાતા હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું હતું. રાજન ચૌહાન અગાઉ પણ ખોખરા, અમરાઇવાડી પોલીસના હાથે સંખ્યાબંધ ગુનામાં પકડાયેલો છે. તેમજ રાજનને બે વર્ષ સુધી તડીપાર કરવામાં આવ્યો હતો. તો તેની સાથે ઝડપાયેલો આરોપી મનોજગીરી પણ માથાભારે હોવાનુ જાણવા મળ્યું હતું જેના પર બળાત્કારનો પણ આરોપ લાગેલો છે.