શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

હું મોદી માટે ખતરો છુ તેથી મારી પણ હત્યા થઈ શકે છે - સંજીવ ભટ્ટ

P.R
રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે વિવાદસ્પદ નિવેદનો કરનારા સસ્પેંડેડ આઈપીએસ સંજીવ ભટ્ટની ધરપકડ કર્યા બાદ 16 દિવસે જામીન પર છુટકારો મળ્યો છે. જામીન પર મુક્ત થયા બાદ સંજીવ ભટ્ટે પત્રકારોને જણાવ્યુ હતુ કે હું નરેન્દ્ર મોદી માટે ખતરારૂપ છુ એટલે હરેન પંડ્યાની જેમ મારી પણ હત્યા કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યના આઈપીએસ અધિકારી 16 દિવસ જ્યુડી. કસ્ટડીમાં સાબરમતી જેલમાં રહ્યા બાદ સેશંસ કોર્ટે આજે શરતી જામીન પર તેમને મુક્ત કર્યા હતા. સંજીવ ભટ્ટમાં આત્મવિશ્વાસ અને મનોબળ છલોછલ જોવા મળ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે સ્સાથે કામ કરનારા અધિકારીઓ અને અગાઉના વડાઓએ ઘણો સાથ આપ્યો છે. દરેક પોલીસ અધિકરીઓના સેલફોન પર નજર રાખવામાં આવી છે. મારી ધરપકડ બાદ મારા પરિવાર સસ્થે પોલીસે જે વ્યવ્હાર કર્યો તેથી દુ:ખ થયુ છે. ગુજરાતના પોલીસ વડા ચિત્તરંજનદાસ અને શહેર પોલીસ કમિશ્નર સુધીર સિંન્હા પાસેથી બીજી શુ અપેક્ષા રાખી શકાય ?

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે કોંસ્ટેબલ પંથે કરેલા આક્ષેપોની સ્વતંત્ર એજંસી દ્વારા તપાસ થવી જોઈએ મુખ્યમંત્રી મોદીને ગુનેગાર તરીકે જોવાનું ચાલુ રાખીશ. કોઈપણ સ્થિતિનો સામનો કરવા તૈયાર છુ. મોદી સરકાર સામે ખતરો હોવાથી મારો કાંટો કાઢી નાખવામાં આવે એવુ બની શકે છે.

મારી ધરપકડબાદ મારા ઘરમાંથી ઘણા દ્સ્તાવેજો સળગાવી દેવામાં આવ્યા છે. રમખાણો દરમિયાન આઈબીમાં કામ કરતી વખતે ઘણા બધા દસ્તાવેજો એકત્ર કર્યા હતા.