મોળાકત ની વાનગીઓ
મોળાકત (મોળા વ્રત/જયા પાર્વતી વ્રત) દરમિયાન મીઠા વગરની મોળી વાનગીઓ ખવાતી હોય છે. જેમાં પાદ વાળી રોટલી, કાચા કેળાનું શાક, ફરાળી થેપલાં, સાબુદાણાની ખીચડી, રાજગરાની પૂરી અને મીઠાઈમાં દૂધપાક, મોળા માવાની કુલ્ફી કે કોપરા પાક જેવી પૌષ્ટિક વાનગીઓ શ્રેષ્ઠ છે
ALSO READ: ગૌરીવ્રત સ્પેશિયલ- ગોળ-ડ્રાયફ્રૂટ ચિક્કી
કોપરા પાક (મીઠાઈ)
સામગ્રી: છીણેલું નાળિયેર, ખાંડ, દૂધ અને એલચી પાવડર.રીત: કડાઈમાં દૂધ અને છીણેલું નાળિયેર નાખી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો. બાદમાં ખાંડ ઉમેરીને બરાબર હલાવો. હવે મિશ્રણને ઘી વાળી થાળીમાં પાથરીને મનપસંદ આકારમાં કાપી લો.કાચા કેળાનું શાક
કાચા કેળાના ટુકડા કરી તેલમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો. તેમાં કેળા, હળદર અને ઉમેરી ઢાંકી નરમ થાય ત્યાં સુધી પકાવો. પછી લાલ મરચું અને ધાણા-જીરું પાઉડર ઉમેરો. 2 મિનિટ શેકી કોથમીર નાખો અને ગરમાગરમ સર્વ કરો.
ખારી ભાજીના થેપલા
સામગ્રી: ૧ બાઉલ સાફ કરેલી ખારી ભાજી, ઘઉંનો કરકરો લોટ, મરી પાવડર, દહીં અને મોણ માટે તેલ.રીત: લોટમાં ખારી ભાજી, મરી, દહીં અને તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધો. નાની-નાની લૂઈ બનાવીને થેપલા વણી લો અને સીંગતેલ લગાવીને ક્રિસ્પી શેકી લો.
ALSO READ: ગૌરી વ્રત ની વાનગીઓ- શ્રીખંડ બનાવવાની રીત
ખારી ભાજીના ભજીયા
ખારી ભાજીને ધોઈ સમારી લો. તેમાં ઘઉંનો લોટ અને બેસન, આદું લીલા મરચાનુ પેસ્ટ, હળદર, લાલ મરચું, અજમો અને થોડું પાણી ઉમેરી ઘટ્ટ ખીરું બનાવો. ગરમ તેલમાં નાના ભજીયા તળી લો. ગરમાગરમ ખારી ભાજીના ભજીયા તૈયાર!
દૂધ-પૌંઆ અને ડ્રાયફ્રૂટ્સ:
વ્રત દરમિયાન શક્તિ જળવાઈ રહે તે માટે બદામ, પિસ્તા અને કાજુવાળા દૂધ-પૌંઆ ઉત્તમ આહાર છે.
વ્રત દરમિયાન શક્તિ જળવાઈ રહે તે માટે બદામ, પિસ્તા અને કાજુવાળા દૂધ-પૌંઆ ઉત્તમ આહાર છે.